પાકિસ્તાન, કરાચીની લાંધી જેલમાં રાખવામાં આવેલા ગુજરાતી કેદી કિશોર ભગવાનભાઇની મંગળવારે સવારે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના ઉના પંથકના કોબ ગામના નિવાસી એવા કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
કિશોરના મૃત્યુનું કારણ શું હશે, તેની રાહ જોવામાં આવી રહી છે. કિશોર માછીમારીનું કામ કરતો હતો. જાન્યુઆરી, 2013માં પાકિસ્તાનના એક્સક્લુસિવ ઇકોનોમિ ઝોનમાં ડોક્યુમેન્ટ્સ વગર માછીમારી કરવા બદલ પાક. મરીન સિક્યોરિટીએ તેની ધરપકડ કરી હતી. ગત જાન્યુઆરી માસ દરમ્યાન પાક. મરીન સિક્યોરિટી એજન્સીએ 11 બોટ સાથે દીવના 60 માછીમારોને પકડીને લાંધી જેલમાં મોકલી દીધા હતા, પરંતુ 20 માર્ચ 2013 નાં રોજ દીવના ટંડેલ રમેશ છગને પરિવારને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે અને ઊના તાલુકાના કોબ ગામનો યુવાન કિશોર ભગવાન મકવાણા પોરબંદરની કેદારેશ્વર (નં. 3530) નામની બોટમાં જાન્યુઆરી 2013 દરમિયાન પકડાયા હતા, પરંતુ બાદમાં કિશોર જેલમાંથી ભાગી ગયો હતો.

No comments:
Post a Comment