અરવિંદ કેજરીવાલની સરકારે મંગળવારે એક મહિનો પૂરો કર્યો. કેજરીવાલ
દિલ્હીના સાતમા મુખ્યપ્રધાન છે. કેજરીવાલે 48કલાકની અંદર અમુક નિર્ણયો લઈને
વિપક્ષના હોશ ઉડાવી દીધા હતા. દિલ્હી વિધાનસભામાં કેજરીવાલની સરકારે
વિશ્વાસનો મત મેળવ્યો, ત્યારસુધીમાં દિલ્હીના લોકોની અપેક્ષાઓ આકાશ આંબવા
લાગી હતી. દિલ્હીના મીડિયામાં પત્રકારો કેજરીવાલને મોદીને માટે ચેલેન્જ
કહેવા લાગ્યા હતા. પરંતુ હવે કેજરીવાલ મુશ્કેલીમાં ઘેરાઈ ગયા છે.
લોકોને આપેલા વચનોમાંથી પાછા ફરી જવું, સિદ્ધાંતો સાથે સમાધાન, આપના
ધારાસભ્યોનો અવાજ દબાવવો, કાયદા વિરૂદ્ધનું કામ કરનારા કાયદાપ્રધાન વિરૂદ્ધ
કાર્યવાહી કરવી નહીં ઉલ્ટું કાયદાપ્રધાનના સમર્થનમાં ધરણા દેવા. વગેરે
જેવી બાબતોના કારણે કેજરીવાલની નાલેશી થઈ છે. ત્યારે આગળ નજર કરીએ
કેજરીવાલના ત્રીસ દિવસના રિપોર્ટ કાર્ડ પર. કેજરીવાલની એક મહિનાની ફિલ્મમાં
એકશન, ડ્રામા, મેલોડ્રામા સહિત બધું જ હતું.
કેજરીવાલના મહત્વપૂર્ણ નિર્ણયો
- માસિક વીસ હજાર લિટર પાણી આપવાની જાહેરાત
- વીજ બીલ્સમાં પચાસ ટકા સુધીનો ઘટાડો
- કેજરીવાલે સુરક્ષા લેવાનો ઈન્કાર કર્યો
- મિલેનિયમ બસ ડિપોટને યમુના બેન્ક પરથી હટાવવામાં આવ્યો.
- રિટેલમાં એફડીઆઈનો વિરોધ કર્યો
- ભ્રષ્ટાચાર નિરોધક હેલ્પલાઈનનો નંબર બહાર પાડ્યો
- દિલ્હી જળ બોર્ડમાં ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ કામ કરતા આઠસોથી વધુ કર્મચારીઓ-અધિકારીઓની બદલી કરી.
- પદ સંભાળતા જ દિલ્હી જળ બોર્ડ, મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરી, પરંતુ પછી ઠંડા પડી ગયા.
કોંગ્રેસ અને ભાજપની સામે મુખ્ય અઢાર મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીએ
ચૂંટણીઓ લડી હતી. જેમાં વીઆઈપી કલ્ચરની નાબુદી, વીજળી,
ધારાસભ્ય-કોર્પોરેટર ફંડ નાબુદ કરવું, પાણી, અનિયમિત કોલોનીઓને નિયમિત
કરવી, વગેરે પ્રમુખ છે
ક્યા 17 મુદ્દાઓ પર માંગી હતી કોંગ્રેસની સહમતી ?
૧. વીઆઇપી કલ્ચરનો અંત લાવવોઃ દિલ્હીમાં વીઆઇપી કલ્ચર બંધ કરવું છે.દિલ્હી સરકારના કોઇપણ વિધાનસભ્ય ,મંત્રી કે અધિકારી લાલબત્તીની ગાડી નહીં લે.મોટા બંગલામાં નહીં જાય. સુરક્ષા ગાર્ડ નહીં લે. વિધાયક અને સાસંદ ભંડોળ બંધ કરવામાં આવશે અને તે નાણા મહોલ્લા સમિતિઓને આપવામાં આવશે. શું કોંગ્રેસ સહમત છે?
૨. જનલોકપાલ ખરડાનો અમલ: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક લોકપાલબીલ પસાર કરવું છે.વિધાનસભાનું વિશેષ સત્ર રામલીલા મેદાનમાં બોલાવીને જનલોકપાલ બીલ પસાર કરીશું. તે માટે કોંગ્રેસનું બિનશરતી સમર્થન છે?
૩.સ્વરાજ સ્થાપિત થાય: ફળિયા અને કોલોની વિશેના નિર્ણયોના અધિકાર સીધા જનતાને આપવામાં આવે.તેને અમલી કરવા આપ સ્વરાજ કાયદો લાવશે. શું કોંગ્રેસ આ મુદ્દે બિનશરતી ટેકો આપશે?
૪. દિલ્હીનો પુર્ણ રાજ્યનો દરજ્જો: આપની સરકાર કેન્દ્ર સરકાર પાસે દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવા માગણી કરશે. કોંગ્રેસને મંજૂર છે?
પ. વીજકંપનીઓનું ઓડિટ: વીજ કંપનીઓએ ભારે ગરબડ કરી છે.આપ વીજકંપનીઓનું ખાસ ઓડિટ કરાવશે.શું કોંગ્રેસ તે કામમાં સાથે રહેશે?
૬.વીજળીના ઝડપી ચાલતા મીટરઃ લોકોને શંકા છે કે દિલ્હીમાં વીજ મીટર ઝડપથી ચાલી રહ્યા છે.તેની તપાસ કરાવીશું.વધુ નાણા લેનારી વીજકંપનીઓ પાસેથી નાણા વસુલી કરવા બાબતે કોંગ્રેસ સમર્થન આપશે?
૭. પાણીની વ્યવસ્થા: દિલ્હી જળ બોર્ડનું પુનર્ગઠન કરાશે. દરેક ઘર સુધી ૭૦૦ લિટર સ્વચ્છ પાણી દર રોજ મફત પહોંચાડાશે. ૭૦૦ લિટરથી વધુ પાણીના વપરાશ કરાશે તો પૈસા લેવામાં આવશે. દર વર્ષે પાણીના ભાવ વધારવાની જોગવાઇવાળો કાયદો રદ કરાશે. શું કોંગ્રેસ સહમત છે?
૮. ગેરકાનૂની કોલોનીઓ: દિલ્હીની ૩૦ ટકાથી વધુ વસ્તી ગેરકાનૂની કોલોનીઓમાં રહે છે. વર્ષમાં અમે તેને નિયમિત કરીશું. શું કોંગ્રેસ આ બાબતે સાથ આપશે?
૯. ઝૂંપડપટ્ટી: ઝૂંપડામાં રહેતા લોકોને સરળ શરતોએ પાકા મકાન આપવામાં આવશે. પાકા મકાન અપાય ત્યાં સુધી ઝૂંપડાં તોડવામાં આવશે નહીં. શું કોંગ્રેસ તેનું સમર્થન કરશે?
૧૦. સ્થાયી કામ માટે કોન્ટ્રાક્ટર નહીં કર્મચારી: દિલ્હીમાં સફાઇ કર્મચારી, અધ્યાપકો, નર્સો વગેરેને પણ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે. અમે સ્થાયી અને નિયમિત કામોમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરીશું. શું કોંગ્રેસ સમર્થન આપશે?
૧૧. વ્યાપાર અને ઉદ્યોગ: વેટનું સરળીકરણ કરાશે. દરોની સમીક્ષા કરાશે. શું કોંગ્રેસ આ પ્રસ્તાવનું સમર્થન કરશે?
૧૨. રિટેઈલમાં એફડીઆઇ: 'આપ’ દિલ્હીમાં કરિયાણામાં એફડીઆઇ લાવવાની વિરુદ્ધમાં છે. શું કોંગ્રેસને આ શરત મંજૂર છે?
૧૩. દિલ્હીના ગામડા: દિલ્હીમાં ૩૬૦ ગામ છે. ત્યાં ખેતી થાય છે. આ જમીનો ખેડૂતોની મરજી વગર સસ્તા ભાવે ખરીદીને બિલ્ડરોને આપી દેવામાં આવે છે. હવે ગ્રામસભાની મંજૂરી વગર કોઇ પણ ગામની જમીનનું સંપાદન કરાશે નહીં. શું તમે સમર્થન આપશો?
૧૪. શિક્ષણ: દિલ્હીમાં પ૦૦થી વધુ નવી સરકારી સ્કૂલ શરૂ કરવામાં આવશે. પ્રાઇવેટ સ્કૂલોમાં ડોનેશનની સિસ્ટમ બંધ કરવામાં આવશે. પ્રાઇવેટ સ્કૂલોમાં ફી નક્કી કરવાની પ્રક્રિયાને પારદર્શક બનાવાશે. શું આમાં કોંગ્રેસ સાથ આપશે?
૧પ. સ્વાસ્થ્ય: નવી સરકારી હોસ્પિટલો શરૂ કરવામાં આવશે અને સરકારી હોસ્પિટલોમાં પ્રાઇવેટ હોસ્પિટલો કરતા પણ બહેતર ઇલાજની વ્યવસ્થા કરાશે. શું કોંગ્રેસને મંજૂર છે?
૧૬. મહિલા સુરક્ષા: દિલ્હીમાં મહિલા સુરક્ષા માટે વિશેષ દળ બનાવાશે. નવી અદાલતો બનાવાશે, જજિસ નિયુક્ત કરાશે જેથી મહિલા સાથે સંબંધિત કેસોની ત્રણથી છ મહિનામાં સજા મળી શકે. શું કોંગ્રેસ તેનું સમર્થન કરે છે?
૧૭. ન્યાય વ્યવસ્થા: દિલ્હીમાં એટલી નવી અદાલતો શરૂ કરવામાં આવે અને એટલા નવા જજિસની નિયુક્તિ કરવામાં આવે જેથી કોઇ પણ કેસનો છ મહિનાથી એક વર્ષમાં નિકાલ કરી શકાય. શું કોંગ્રેસ સહયોગ કરશે?
18. અનેક મુદ્દાઓના અમલીકરણ માટે દિલ્હી નગર નિગમના સહકારની જરૂર પજશે. દિલ્હી નગર નિગમમાં બીજેપીનું શાસન છે. શું આ મુદ્દાઓ ઉપર બીજેપી 'આપ'ને સહકાર આપશે?(18મી શરત માત્ર ભાજપ માટે જ હતી.)