દિલ્હીમાં વિજય પતાકા લહેરાવ્યા પછી આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં ઊભરી આવી છે. જેનો પ્રભાવ ગુજરાતમાં પણ પડ્યો છે. કનુભાઈ કલસરિયા સહિતના નેતાઓ આપમાં જોડાઇ જતાં પાર્ટી ઉત્સાહમાં આવી ગઈ છે અને તેમણે સીધી મોદી સામે જ જંગ માંડી દીધો હોય, તેવો માહોલ ઊભો થયો છે. ત્યારે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જો કે, તેઓ પ્રેન્સ કોન્ફરન્સ સંબોધે તે પહેલા જ બખેળો થયો હતો. પોતાને આમ આદમી પાર્ટીના કાર્યકર ગણાવતા મનિષ બ્રહ્મભટ્ટ અને તેના સમર્થકોને જોઇને સંજય સિંહ ભળક્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ પડી ભાંગી હતી. આ બેખેડા પછી સંજય સિંહે રદ્દીયો આપવો પડ્યો હતો કે, તેઓ ભાજપ તરફી છે. તેઓ અમારા કાર્યકર છે જ નહીં.
આ બખેળો હજૂ શાંત પણ થયો નહોતો. ત્યાં આસપાસમાં રહેતા એક બહેન પણ દોડી આવ્યા હતા અને તેમણે પણ આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર યોજાતી મીટિંગો અને સૂત્રોચ્ચારથી પરેશાન હોવાનું જણાવ્યું હતું. તેમણે માનસિક રીતે પરેશાન થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
સંજય સિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકોમાં ઉત્સાહ છે. અત્યાર સુધીમાં પાંચ લાખ સભ્યોની નોંધણી થઈ ગઈ છે. રાજનીતિમાં સારા માણસો હોવાનું લોકો માની રહ્યા છીએ. અમે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખીશું. ઉમેદવારોની પસંદગી માટે એક કમિટીની રચના કરવામાં આવશે. તેઓ ઉમેદવારોની પસંદગી કરશે. આ માટે વ્યક્તિગત છાપ સારી હોય, ગુનેગાર ન હોય, તેમજ ભ્રષ્ટાચારી ન હોય તેવા ઉમેદવારને પસંદ કરવામાં આવશે. ટિકિટ ફાળવાઇ ગયા પછી પણ કસૂરવાર માલૂમ પડશે, તો તેને દૂર કરવામાં આવશે. તેમણે આગામી સમયમાં જિલ્લાના પ્રભારીની નિયુક્તિ કરવાની જાહેરાત પણ કરી હતી.
તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રાથમિક પ્રશ્નો, મોંઘવારી, મોદી સરકારનો ભ્રષ્ટાચાર, ભ્રષ્ટનીતિ અને ઉદ્યોગપતિઓને મળી રહેલું વધુ પડતું પ્રોત્સાહન સહિતના મુદ્દાઓ ઉઠાવશે, તેમ જણાવતાં ઉમેર્યું હતું. ગુજરાતમાં આઇબીનો ખોટો ઉપયોગ થાય છે. તેઓ અમારા કાર્યકરોને ધમાકાવે છે. પરવેઝ પઠાણ અનેડી.જી. ડામોરને આઇબીએ ધમકાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંને ભ્રષ્ટાચારી છે. તેમણે ગુજરાતમાં દિલ્હીની જેમ વિજળીના ભાવ ઓછા કરવાની માગણી કરી છે.


No comments:
Post a Comment