દિલ્હી પોલીસ સામે કાર્યવાહીની માંગને લઈને રેલ ભવન બહાર ધરણા પર બેઠેલા મુખ્યમંત્રી કેજરીવાલે ગત રાત્રી કડકડતી ઠંડીમાં વિતાવી હતી. કેજરીવાલે પોતાના છ મંત્રી અને સમર્થકો સાથે ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી હતી.જ્યારે કેટલાક સમર્થકોએ ઠંડીથી બચવા તાપણું કર્યું હતું અને રાતભર સુત્રોચાર કરતા રહ્યા. કેજરીવાલ મોડી રાત્રે સુતા હતા અને તેની તબીયત નરમ જણાઈ રહી હતી.
રાત દરમિયાન આપના સમર્થકોએ પણ ભારે સતર્કતા રાખી હતી. આ દરમિયાન કોઈ કેજરીવાલની પાસે જવાની કોશિશ કરે તો તેઓને અટકાવી દેવામાં આવતા હતા. મીડિયાના કર્મચારીઓને પણ તેઓની નજીક જવા દેવામાં આવ્યા ન હતા. પાર્ટીના મુખ્ય પ્રવક્તા યોગેન્દ્ર યાદવ મોડી રાત સુધી વિચાર-વિમર્શ કરતા જોવા મળ્યા હતા.
વધારે પડતી ઠંડીના કારણે કાર્યકર્તાઓએ મોડી રાત્રે ચાની મજા પણ માણી હતી. રાતભર પોલીસ પણ સતર્ક જોવા મળી હતી. કોઈપણને મુખ્ય ધરણા સ્થળથી આગળ જવા દેવામાં આવ્યા ન હતા. કેજરીવાલ સવારે 5.20 વાગ્યે ઉઠી ગયા હતા. સવારે કેજરીવાલની પત્ની નાસ્તાના ડબ્બા લઈને રેલ ભવન પહોંચી હતી.
No comments:
Post a Comment