યાસીન ભટકલને છોડાવવા માટે કેજરીવાલના અપહરણની યોજના!
More:
કેજરીવાલ
- આતંકી સંગઠન આઈએમની ગુપ્ત યોજના હોવાની આશંકા
- કેજરીવાલે કહ્યું: દિલ્હી પોલીસ મૂરખ છે અથવા રાજનીતિ કરે છે
- ઝેડ કક્ષાની સુરક્ષાની દિલ્હી પોલીસની ઓફર ફગાવી દીધી
પોતાના સાથી યાસીન ભટકલને છોડાવવા માટે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અપહરણ કરી શકે છે. દિલ્હી પોલીસે આ દાવો કર્યો છે. જોકે આ બાબતને લઇને કેજરીવાલ દિલ્હી પોલીસ ઉપર ભડકયા છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે તેમને ગુપ્ત માહિતી મળી છે. કેજરીવાલના અપહરણનું જોખમ છે. પોલીસની એક ટીમે કેજરીવાલને આ જાણકારી આપી છે.
જોકે દિલ્હીના મુખ્યમંત્રીએ આ દાવો ફગાવી દીધો છે. સામે તેમણે દિલ્હી પોલીસ ઉપર આરોપ લગાવી દીધા છે. કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હી પોલીસ અને કેન્દ્ર રાજનીતિ કરી રહ્યા છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ અપહરણની સૂચના અંગે મીડિયાને જાણકારી ન આપવા માટે કહ્યું હતું. જોકે તેમણે બહાર જઇને પોતે જ મીડિયાને આ જાણકારી આપી દીધી હતી.' વધુમાં કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હી પોલીસ શું એટલી મૂરખ છે? અથવા તે રાજનીતિ કરી રહી છે. કોના ઇશારા ઉપર? શું અપહરણની માહિતી મીડિયાને જણાવીને તેમણે મારી ઉપરનું જોખમ વધારી દીધું નથી? હવે કોઇ પણ વ્યક્તિ મારી ઉપર હુમલો કરી શકે છે. અને કહેવામાં આવશે કે ભટકલના માણસોએ આમ કર્યુ છે.' જોકે તેમણે આમ છતાં પણ દિલ્હી પોલીસના ઝેડ કેટેગરીના સુરક્ષા પ્રસ્તાવને ફગાવી દીધો હતો. કહ્યું, 'હું ભગવાન ઉપર ભરોસો કરું છું, હું સુરક્ષા લઇશ નહિ.'
કેજરીવાલને ઉત્તરપ્રદેશ પોલીસની સુરક્ષા મળી છે
કેજરીવાલ સુરક્ષા લેવાનો ઇન્કાર કરતા રહ્યા છે. જોકે તેમ છતાં તેમને ઉત્તરપ્રદેશ પોલીસે સુરક્ષા કવચ આપી રાખ્યું છે. તે ગાઝીયાબાદના કોશંબી વિસ્તારમાં રહે છે. સાદા કપડામાં પોલીસના જવાનો તેમની સુરક્ષામાં ફરજ બજાવે છે. પાછલા દિવસો દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ પણ કહ્યું હતું કે, કેજરીવાલને સુરક્ષા કવચ આપી રખાયું છે, જોકે તેમને આ અંગેની જાણકારી અપાઇ નથી.
No comments:
Post a Comment