દિલ્હી પોલીસના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કેજરીવાલ કેન્દ્રીય ગૃહપ્રધાનના કાર્યાલયની બહાર ધરણા દેવામાં આવ્યા હતા. કેજરીવાલ દિલ્હીથી સચિવાલય માટે નીકળ્યા હતા. અરવિંદ કેજરીવાલના કાફલાને રેલભવન પાસે અટકાવવામાં આવ્યો હતો.પોલીસે કેજરીવાલને ગૃહપ્રધાનના કાર્યાલય તરફ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
આપના પીડબલ્યુડી પ્રધાન કેજરીવાલની સાથે જ તેમની બ્લુ કલરની વેગન-આર
કારમાં હતા. પોલીસે જ્યારે કારને અટકાવી, ત્યારે મનિષ સિસૌદિયા કારની
ડ્રાઈવર સીટમાંથી બહાર નીકળ્યા હતા અને એલાન કર્યું હતું કે, જ્યાં દિલ્હી
પોલીસે તેમને અટકાવ્યા છે, ત્યાં જ બેસીને તેઓ ધરણા હાથ ધરશે. દિલ્હી
પોલીસના સુરક્ષા માટે જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, ગમે તે સંજોગોમાં
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં આવશે અને તેને કથળવા દેવામાં
નહીં આવે.
કેજરીવાલે કહ્યું હતું કે, રસ્તા ઉપર અને વિધાનગૃહ તથા સચિવલયમાં લડાઈ લડવાનો સમય આવી ગયો છે. જો 26મી જાન્યુઆરીના કોઈ અવ્યવસ્થા ન થાય, તો તેના માટે ગૃહપ્રધાન, વડાપ્રધાન વગેરે જવાબદાર છે. જો એક મુખ્યપ્રધાનના કહેવાથી શિંદે ચાર પોલીસવાળાઓને સસ્પેન્ડ ન કરી શકતા હોય તો આ પ્રકારના ગણતંત્રનો કોઈ મતલબ નથી.
દિલ્હી પોલીસે જ્યાં કેજરીવાલને અટકાવ્યા ત્યાં જ કેજરીવાલે ઉપસ્થિત
સમર્થકોને સંબોધીત કરવાનું શરૂ કરી દીધું હતું. કેજરીવાલે કહ્યું હતું કે
તેમના મંત્રીમંડળના પ્રધાનો લોકોની માંગ લઈને પોલીસ પાસે ગયા હતા. તેમણે
દાદ આપી ન હતી. ભાજપવાળા-કોંગ્રેસવાળા અને મીડિયાના કેટલાક લોકો સોમનાથ
ભારતી સામે દુષ્પ્રચાર કરી રહ્યાં છે. દિલ્હીના મુખ્યપ્રધાને શા માટે ધરણા
આપવાની જરૂર પડી, તેનું ચિંતન કરવાની જરૂર છે. દિલ્હી પોલીસના કમિશ્નર
ઈચ્છે છે કે, દિલ્હી સરકારના પ્રધાનો રાત્રે રસ્તા પર ન ફરે. પણ આપના
પ્રધાનો એવું નહીં કરે.
દિલ્હીના પોલીસવાળાઓ સામાન્ય જનતા અને પ્રજા પાસેથી પૈસા ઉઘરાવે છે
અને દિલ્હીના પોલીસ કમિશ્નર અને શિંદે સુધી પહોંચાડે છે. તેમણે
દિલ્હીવાસીઓને અનશનસ્થળે પહોંચવા આહ્વાન કર્યું હતું. યુગાન્ડા હાઈકમિશનના
એક અધિકારીએ સોમનાથ ભારતી સાથે મુલાકાત કરીને તેમની કામગીરીની પ્રશંસા
કરતો પત્ર આપ્યો હતો.
કેજરીવાલના કહેવા પ્રમાણે, ગણતંત્ર દિવસની તૈયારીના અનુસંધાને લોકને
અનશન સ્થળે ન પહોંચવા જણાવ્યું હતું. પણ જ્યારે દિલ્હીની જનતાને સાંભળવા
તૈયાર ન હોય, દિલ્હીમાં મહિલાઓ સલામત નથી. ત્યારે ગણતંત્રનો મતલબ નથી.
ફરીથી આઝાદી અને લોકતંત્રની લડાઈ હાથ ધરવાનો સમય આવી ગયો છે. કેજરીવાલે
ઉમેર્યુ હતું કે, તેઓ દસ દિવસના ધરણાની તૈયારી કરીને આવ્યા છે. તેમણે
દિલ્હી પોલીસના પ્રમાણિક લોકોને યુનિફોર્મ ઉતારીને, પાંચ-છ દિવસની રજા લઈને
મારી સાથે આવી જાવ. કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હી સરકારનો કોઈ પ્રધાન
તથા ખિડકી એકસ્ટેનશનનો કોઈ નાગરિક તપાસમાં સહકાર ન આપે, તેવું પણ આહ્વાન
કરવામાં આવ્યું છે.
કેજરીવાલે કહ્યું હતુંકે, રસ્તા ઉપર અને વિધાનગૃહ તથા સચિવલયમાં લડાઈ
લડવાનો સમય આવી ગયો છે. જો 26મી જાન્યુઆરીના કોઈ અવ્યવસ્થા ન થાય, તો તેના
માટે ગૃહપ્રધાન, વડાપ્રધાન વગેરે જવાબદાર છે. જો એક મુખ્યપ્રધાનના કહેવાથી
શિંદે ચાર પોલીસવાળાઓને સસ્પેન્ડ ન કરી શકતા હોય તો આ પ્રકારના ગણતંત્રનો
કોઈ મતલબ નથી.
No comments:
Post a Comment