લોકોની પીએમ તરીકે પહેલી પસંદ તો હજી પણ નરેન્દ્ર મોદી, રાહુલ ત્રીજા નંબરે
8 શહેરોના સર્વેમાં 58 ટકા લોકોએ મોદી અને 25 ટકાએ કેજરીવાલ પર પસંદગી ઉતારી
ભાજપ માટે ખતરાની ઘંટડી, 44 ટકાએ આમ આદમી પાર્ટીને મત આપવાનુ નક્કી કર્યુ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉદય બાદ દેશની રાજનીતિના સમીકરણો બદલાઈ રહ્યા હોય તેમજેમ કે 58 ટકા લોકોએ પીએમ તરીકે નરેન્દ્ર મોદી, 25 ટકા લોકોએ કેજરીવાલ અને માત્ર 14 ટકા લોકોએ રાહુલ ગાંધી પર પસંદગી ઉતારી છે.આમ રાહુલ ગાંધી કરતા પણ કેજરીવાલ લોકપ્રીયતામાં આગળ નીકળી ગયા છે.
જોકે આ સર્વેમાં 44 ટકા લોકોએ એમ પણ કહ્યુ હતુ કે જો તેમના મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે તો તેઓ આમ આદમી પાર્ટીને મત આપશે.જ્યારે 27 ટકા લોકોએ કહ્યુ હતુ કે આપનો ઉમેદવાર સારો હશે તો તેઓ મત આપી શકે છે.
સર્વેમાં લગભગ ત્રીજા ભાગના લોકોએ એવુ કહ્યુ છે કે આમ આદમી પાર્ટી 26 થી 50 જેટલી લોકસભાની બેઠકો જીતી શકે છે.જ્યારે 26 ટકા લોકોના અંદાજ છે કે આમ આદમી પાર્ટી 51 થી 100 સીટો જીતી શકે છે.
સર્વેના તારણો ભાજપ માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે.કારણકે મોદીથી આકર્ષાયેલા શહેરી મતદારોના મતમાં સર્વેના તારણો પ્રમાણે આમ આદમી પાર્ટી ગાબડુ પાડી શકે છે.જો આવુ થયુ તો ભાજપની બેઠકોમાં ઘટાડો થઈ શકે છે.
No comments:
Post a Comment