Tuesday, 4 February 2014

ગોરી લાડીને ગુજ્જુ વરઃ સાત સમંદર પાર કરી આપ્યાં સાત જન્મના કોલ

ગોરી લાડીને ગુજ્જુ વરઃ સાત સમંદર પાર કરી આપ્યાં સાત જન્મના કોલ ૭ સમંદર પારથી આવી ૭ જન્મના કોલ આપ્યાં
- ફેસબુકના માધ્યમથી થયેલો પરિચય છેવટે સાત જન્મના બંધને બંધાયો


ફેસબુકના માધ્યમથી થયેલો પરિચય છેવટે સાત જન્મના બંધને બંધાયો હતો. અમેરિકાની જેનીફર અને બોરસદનો મયંક લખલાણી રવિવારે લગ્નગ્રંથિથી જોડાયા હતા. મયંકના પિતાના મિત્ર ભાવેશ અરુણભાઇ જોશીએ જેનીફરનું કન્યાદાન કર્યુ હતું.બોરસદના પાર્શ્વનાથ કોમ્પલેક્ષના કોમન પ્લોટમાં યોજાયેલા લગ્નપ્રસંગે મયંકના સગાંસંબંધી સૌરાષ્ટ્રથી આવી પહોંચ્યા હતા.

એવું કહેવાય છે કે 'સગપણ તો સ્વર્ગમાં જ નક્કી થાય છે, ધરતી પર તો તેની ઉજવણી કરાઈ છે.' એનઆરઆઇ પંથક તરીકે જાણીતા ચરોતરમાંથી યુવતીઓ લગ્ન કરીને અમેરિકા, લંડન કે ઓસ્ટ્રેલિયા જાય એ વાત સામાન્ય બની ગઇ છે, પરંતુ અમેરિકાની ગૌરી ચરોતરના યુવક સાથે લગ્ન કરવા ગુજરાતમાં આવી પહોંચી હોય તેવી આ જ્વલ્લેજ જોવા મળતી ઘટના છે. અમેરિકાની ર૮ વર્ષીય નર્સ જેનિફર સાત સમુદ્ધ પાર કરીને આણંદ જિલ્લાના બોરસદના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મયંક લખલાણી સાથે રવિવારે સાત જન્મના બંધને બંધાયા હતાં. વિશિષ્ટ પ્રકારના આ લગ્નને લઇને બોરસદમાં ખુશીનો માહોલ છવાયો હતો. ફેસબુકના માધ્યમથી પરિચય બાદ મિત્રતામાં પાંગરેલો પ્રેમ હવે એકબીજાને જીવનસાથી બનાવ્યા હતાં.

સાત સમુદ્ધ પાર અમેરિકાની યુવતી સાથે પ્રેમનાં પુષ્પો કેવી રીતે ખીલી ઊઠ્યાં તેનાં વિશે વાત કરતાં એકદમ રોમાંચક બની ગયેલા મયંક લખલાણીએ જણાવ્યું હતું કે 'વર્ષ ૨૦૧૨માં ૩જી નવેમ્બરે ફેસબુક પર જેનિફરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જેનિફરે ૪થી નવેમ્બરે મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. માત્ર દસ દિવસમાં ફેસબુક પર વિચારોની આપ-લેમાં એકબીજા એટલાં નજીક આવી ગયા કે ૨૧મી નવેમ્બરે જેનિફરે લગ્નના પ્રસ્તાવનો પણ સ્વીકાર કરી લીધો હતો.

કરાચીની જેલમાં ગુજરાતીનું મૃત્યુ, પાક. જેલમાં ભારતીય કેદીના મોતની વર્ષમાં ત્રીજી ઘટના

પાકિસ્તાન, કરાચીની લાંધી જેલમાં રાખવામાં આવેલા ગુજરાતી કેદી કિશોર ભગવાનભાઇની મંગળવારે સવારે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના ઉના પંથકના કોબ ગામના નિવાસી એવા કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

કિશોરના મૃત્યુનું કારણ શું હશે, તેની રાહ જોવામાં આવી રહી છે. કિશોર માછીમારીનું કામ કરતો હતો. જાન્યુઆરી, 2013માં પાકિસ્તાનના એક્સક્લુસિવ ઇકોનોમિ ઝોનમાં ડોક્યુમેન્ટ્સ વગર માછીમારી કરવા બદલ પાક. મરીન સિક્યોરિટીએ તેની ધરપકડ કરી હતી. ગત જાન્યુઆરી માસ દરમ્યાન પાક. મરીન સિક્યોરિટી  એજન્સીએ 11 બોટ સાથે દીવના 60 માછીમારોને પકડીને લાંધી જેલમાં મોકલી દીધા હતા, પરંતુ 20 માર્ચ 2013 નાં રોજ દીવના ટંડેલ રમેશ છગને પરિવારને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે અને ઊના તાલુકાના કોબ ગામનો યુવાન કિશોર ભગવાન મકવાણા પોરબંદરની કેદારેશ્વર (નં. 3530) નામની બોટમાં જાન્યુઆરી 2013 દરમિયાન પકડાયા હતા, પરંતુ બાદમાં કિશોર જેલમાંથી ભાગી ગયો હતો.
કરાચીની જેલમાં ગુજરાતીનું મૃત્યુ, પાક. જેલમાં ભારતીય કેદીના મોતની વર્ષમાં ત્રીજી ઘટનાકરાચીની જેલમાં ગુજરાતીનું મૃત્યુ, પાક. જેલમાં ભારતીય કેદીના મોતની વર્ષમાં ત્રીજી ઘટના

ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ: મોદીના હસ્તે લાભાર્થીઓને ઘરની ફાળવણી પણ ઘર ક્યાં?..પરંતુ તેમને મકાન ક્યાં લાગ્યું છે, તેની માહિતી ક્યાંય આપી નથી.


ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ: મોદીના હસ્તે લાભાર્થીઓને ઘરની ફાળવણી પણ ઘર ક્યાં? 
નરેન્દ્ર મોદીને ખૂશ કરાવવા કોર્પોરેશને કરાવ્યો ડ્રો, છતી થઈ હકિકત
ક્યા લાભાર્થીને ક્યું મકાન મળશે તેની કાર્યવાહી હાથ ધરશે


ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે(સોમવારે) અમદાવાદમાં આઇઆઇએમ બ્રિજ, ધોબીઘાટ, ગુજરીબજાર સહિત ચાર કાર્યક્રમોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આવાસ યોજનાના ડ્રોનો પણ સમાવેશ થાય છે. ગઈ કાલે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાના કોમ્પ્યુટર ડ્રોમાં દસ હજાર લાભાર્થીઓની પસંદગી થઈ હતી. આ લાભાર્થીઓને મકાન મળી ગયું હોવાના મેસેજ પણ મળી ગયા હતા. જો કે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, તેમને કઈ સ્કીમમાં અને ક્યાં નંબરના મકાન ફાળવાયા છે. તેની કોઈ માહિતી અપાઇ નથી.

સૂત્રોએ પાસેથી તો એવું પણ જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ખૂશ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ કાચું કાપ્યું છે. તેમણે હોમવર્ક કર્યા વગર જ મોદીના હસ્તે ડ્રો કરાવી દીધો હતો. કારણ કે, લાભાર્થીઓને મકાન મળ્યાના સમાચાર તો મળી ગયા છે. પરંતુ તેમને મકાન ક્યાં લાગ્યું છે, તેની માહિતી ક્યાંય આપી નથી.
આવાસ યોજના કેન્દ્રની અને લાભ ખાટે છે ભાજપ

મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનાવાયેલા આવાસોનો ભાજપ અને રાજ્ય સરકાર ખોટી રીતે લાભ ખાટી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. હકીકતમાં સ્લમ વિસ્તારોમાં સુવિધાયુકત આવાસો બાંધવા માટે કેન્દ્ર સરકારે અમલમાં મૂકી હતી. જે યોજના હેઠળ કેન્દ્ર સરકારે ફાળવેલાં નાણાંમાંથી બન્યા હોવાનું જણાવતાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નીશિત વ્યાસે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી મોદી ગરીબોમાં ભ્રામકતા ઊભી કરી રહ્યા છે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૧૦,૦૧૧ આવાસનો મુખ્યમંત્રી મોદીએ કમ્પ્યુટર દ્વારા ડ્રો કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૫૦૭૪ ઇડબલ્યુએસ તથા ૪૯૩૭ એલઆઇજી આવાસ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોનો નરેન્દ્ર મોદીએ કમ્પ્યૂટર દ્વારા ડ્રો કર્યો હતો. આ સાથે રિવરફ્રન્ટ પર નવનર્મિત ધોબીઘાટ અને ગુજરી બજારનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું.

Monday, 3 February 2014

અંબાણીના ઈશારે ભાજપ દ્વારા દિલ્હી સરકારના પતનના પ્રયાસો: આપ..અંબાણી-અદાણીને સાચવવા માંગે છે ભાજપ-કોંગ્રેસ.. દિલ્હીમાં વીજ વિતરણના નામે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહી છે. તેમના લાઈસન્સ રદ્દ કરવાની દિલ્હી સરકારને ધમકી આપવામાં આવી એટલે આ સરકારનું પતન થાય તે માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા. અદાણી-અંબાણી વગેરેના કરતૂતો સામે કોંગ્રેસ અને ભાજપે આંખ આડા કાન કર્યા છે.

અંબાણીના ઈશારે ભાજપ દ્વારા દિલ્હી સરકારના પતનના પ્રયાસો: આપ
સોમવારે સવારે આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે, દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારને અસ્થિર કરવા માટે ભાજપ તત્પર બન્યું છે. આ માટે ધારાસભ્ય મદનલાલને રૂ. વીસ કરોડ તથા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ ઓફર થયું છે.

અંબાણી-અદાણીને સાચવવા માંગે છે ભાજપ-કોંગ્રેસ  
 
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતોકે, દિલ્હીમાં વીજ વિતરણના નામે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહી છે. તેમના લાઈસન્સ રદ્દ કરવાની દિલ્હી સરકારને ધમકી આપવામાં આવી એટલે આ સરકારનું પતન થાય તે માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા. અદાણી-અંબાણી વગેરેના કરતૂતો સામે કોંગ્રેસ અને ભાજપે આંખ આડા કાન કર્યા છે. 
 
આપથી ડર્યું છે ભાજપ 
 
આમ આદમી પાર્ટીના દાવા પ્રમાણે, ભ્રષ્ટ નેતાઓને હરાવવાના કેજરીવાલના આહ્વાનથી ભાજપ અને કોંગ્રેસમાં ફફડાટ મચી ગયો છે. દિલ્હીની આપ સરકાર બદનામ કરવામાં લાગે છે. સંજય સિંહે દાવો કર્યો હતો કે, મીડિયામાં રહેલા 'પોતાના માણસો'ની મદદથી દિલ્હીની આપ સરકારને બદનામ કરવા અરૂણ જેટલી સક્રિય બનવાના છે. રસ્તાના ખાડા તથા લાંચખોરી દેખાડીને સરકારને બદનામ કરવા પ્રયાસ થશે. વાસ્તવમાં ચર્ચા થવી જોઈએ કે ડિસેમ્બર મહિનામાં ચાર અન્ય રાજ્યોની પણ સરકાર બની છે, ત્યારે કઈ સરકારે કેટલું કામ કર્યું છે. 
 
વિનોદ કુમાર બિન્નીએ ભાજપના નેતા ડૉ. હર્ષવર્ધન અને વિજય ગોયલ સાથે રવિવારે રાત્રેએ મુલાકાત કરી હતી. દિલ્હીના કસ્તુરબાનગરથી ધારાસભ્ય મદનલાલના કહેવા પ્રમાણે, નવ ધારાસભ્યોને લઈને પાર્ટીમાં બળવો કરવા પ્રેર્યા હતા. આપે કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશના યુવકની હત્યાના સંદર્ભમાં મેજીસ્ટેરિયલ તપાસના આદેશ આપી દેવાયા છે. આ પ્રકારના કોઈપણ કૃત્યનો આપ બચાવ નથી કરતું. ચાહે તેમાં આપના જ નેતા કેમ ન સંડોવાયેલા હોય.

Tuesday, 28 January 2014

કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું

કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું
અરવિંદ કેજરીવાલની સરકારે મંગળવારે એક મહિનો પૂરો કર્યો. કેજરીવાલ દિલ્હીના સાતમા મુખ્યપ્રધાન છે. કેજરીવાલે 48કલાકની અંદર અમુક નિર્ણયો લઈને વિપક્ષના હોશ ઉડાવી દીધા હતા. દિલ્હી વિધાનસભામાં કેજરીવાલની સરકારે વિશ્વાસનો મત મેળવ્યો, ત્યારસુધીમાં દિલ્હીના લોકોની અપેક્ષાઓ આકાશ આંબવા લાગી હતી. દિલ્હીના મીડિયામાં પત્રકારો કેજરીવાલને મોદીને માટે ચેલેન્જ કહેવા લાગ્યા હતા. પરંતુ હવે કેજરીવાલ મુશ્કેલીમાં ઘેરાઈ ગયા છે. 
 
લોકોને આપેલા વચનોમાંથી પાછા ફરી જવું, સિદ્ધાંતો સાથે સમાધાન, આપના ધારાસભ્યોનો અવાજ દબાવવો, કાયદા વિરૂદ્ધનું કામ કરનારા કાયદાપ્રધાન વિરૂદ્ધ કાર્યવાહી કરવી નહીં ઉલ્ટું કાયદાપ્રધાનના સમર્થનમાં ધરણા દેવા. વગેરે જેવી બાબતોના કારણે કેજરીવાલની નાલેશી થઈ છે. ત્યારે આગળ નજર કરીએ કેજરીવાલના ત્રીસ દિવસના રિપોર્ટ કાર્ડ પર. કેજરીવાલની એક મહિનાની ફિલ્મમાં એકશન, ડ્રામા, મેલોડ્રામા સહિત બધું જ હતું. 
 
કેજરીવાલના મહત્વપૂર્ણ નિર્ણયો
 
- માસિક વીસ હજાર લિટર પાણી આપવાની જાહેરાત
- વીજ બીલ્સમાં પચાસ ટકા સુધીનો ઘટાડો
- કેજરીવાલે સુરક્ષા લેવાનો ઈન્કાર કર્યો 
- મિલેનિયમ બસ ડિપોટને યમુના બેન્ક પરથી હટાવવામાં આવ્યો. 
- રિટેલમાં એફડીઆઈનો વિરોધ કર્યો 
- ભ્રષ્ટાચાર નિરોધક હેલ્પલાઈનનો નંબર બહાર પાડ્યો
- દિલ્હી જળ બોર્ડમાં ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ કામ કરતા આઠસોથી વધુ કર્મચારીઓ-અધિકારીઓની બદલી કરી.
- પદ સંભાળતા જ દિલ્હી જળ બોર્ડ, મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરી, પરંતુ પછી ઠંડા પડી ગયા. 
કોંગ્રેસ અને ભાજપની સામે મુખ્ય અઢાર મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીએ ચૂંટણીઓ લડી હતી. જેમાં વીઆઈપી કલ્ચરની નાબુદી, વીજળી, ધારાસભ્ય-કોર્પોરેટર ફંડ નાબુદ કરવું, પાણી, અનિયમિત કોલોનીઓને નિયમિત કરવી, વગેરે પ્રમુખ છે
કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું  
ક્યા 17 મુદ્દાઓ પર માંગી હતી કોંગ્રેસની સહમતી ?

૧. વીઆઇપી કલ્ચરનો અંત લાવવોઃ દિલ્હીમાં વીઆઇપી કલ્ચર બંધ કરવું છે.દિલ્હી સરકારના કોઇપણ વિધાનસભ્ય ,મંત્રી કે અધિકારી લાલબત્તીની ગાડી નહીં લે.મોટા બંગલામાં નહીં જાય. સુરક્ષા ગાર્ડ નહીં લે. વિધાયક અને સાસંદ ભંડોળ બંધ કરવામાં આવશે અને તે નાણા મહોલ્લા સમિતિઓને આપવામાં આવશે. શું કોંગ્રેસ સહમત છે?

૨. જનલોકપાલ ખરડાનો અમલ: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક લોકપાલબીલ પસાર કરવું છે.વિધાનસભાનું વિશેષ સત્ર રામલીલા મેદાનમાં બોલાવીને જનલોકપાલ બીલ પસાર કરીશું. તે માટે કોંગ્રેસનું બિનશરતી સમર્થન છે?

૩.સ્વરાજ સ્થાપિત થાય: ફળિયા અને કોલોની વિશેના નિર્ણયોના અધિકાર સીધા જનતાને આપવામાં આવે.તેને અમલી કરવા આપ સ્વરાજ કાયદો લાવશે. શું કોંગ્રેસ આ મુદ્દે બિનશરતી ટેકો આપશે?

૪. દિલ્હીનો પુર્ણ રાજ્યનો દરજ્જો: આપની સરકાર કેન્દ્ર સરકાર પાસે દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવા માગણી કરશે. કોંગ્રેસને મંજૂર છે?

પ. વીજકંપનીઓનું ઓડિટ: વીજ કંપનીઓએ ભારે ગરબડ કરી છે.આપ વીજકંપનીઓનું ખાસ ઓડિટ કરાવશે.શું કોંગ્રેસ તે કામમાં સાથે રહેશે?

૬.વીજળીના ઝડપી ચાલતા મીટરઃ લોકોને શંકા છે કે દિલ્હીમાં વીજ મીટર ઝડપથી ચાલી રહ્યા છે.તેની તપાસ કરાવીશું.વધુ નાણા લેનારી વીજકંપનીઓ પાસેથી નાણા વસુલી કરવા બાબતે કોંગ્રેસ સમર્થન આપશે?

૭. પાણીની વ્યવસ્થા: દિલ્હી જળ બોર્ડનું પુનર્ગઠન કરાશે. દરેક ઘર સુધી ૭૦૦ લિટર સ્વચ્છ પાણી દર રોજ મફત પહોંચાડાશે. ૭૦૦ લિટરથી વધુ પાણીના વપરાશ કરાશે તો પૈસા લેવામાં આવશે. દર વર્ષે પાણીના ભાવ વધારવાની જોગવાઇવાળો કાયદો રદ કરાશે. શું કોંગ્રેસ સહમત છે?

૮. ગેરકાનૂની કોલોનીઓ: દિલ્હીની ૩૦ ટકાથી વધુ વસ્તી ગેરકાનૂની કોલોનીઓમાં રહે છે. વર્ષમાં અમે તેને નિયમિત કરીશું. શું કોંગ્રેસ આ બાબતે સાથ આપશે?

૯. ઝૂંપડપટ્ટી: ઝૂંપડામાં રહેતા લોકોને સરળ શરતોએ પાકા મકાન આપવામાં આવશે. પાકા મકાન અપાય ત્યાં સુધી ઝૂંપડાં તોડવામાં આવશે નહીં. શું કોંગ્રેસ તેનું સમર્થન કરશે?

૧૦. સ્થાયી કામ માટે કોન્ટ્રાક્ટર નહીં કર્મચારી: દિલ્હીમાં સફાઇ કર્મચારી, અધ્યાપકો, નર્સો વગેરેને પણ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે. અમે સ્થાયી અને નિયમિત કામોમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરીશું. શું કોંગ્રેસ સમર્થન આપશે?

૧૧. વ્યાપાર અને ઉદ્યોગ: વેટનું સરળીકરણ કરાશે. દરોની સમીક્ષા કરાશે. શું કોંગ્રેસ આ પ્રસ્તાવનું સમર્થન કરશે?

૧૨. રિટેઈલમાં એફડીઆઇ: 'આપ’ દિલ્હીમાં કરિયાણામાં એફડીઆઇ લાવવાની વિરુદ્ધમાં છે. શું કોંગ્રેસને આ શરત મંજૂર છે?

૧૩. દિલ્હીના ગામડા: દિલ્હીમાં ૩૬૦ ગામ છે. ત્યાં ખેતી થાય છે. આ જમીનો ખેડૂતોની મરજી વગર સસ્તા ભાવે ખરીદીને બિલ્ડરોને આપી દેવામાં આવે છે. હવે ગ્રામસભાની મંજૂરી વગર કોઇ પણ ગામની જમીનનું સંપાદન કરાશે નહીં. શું તમે સમર્થન આપશો?

૧૪. શિક્ષણ: દિલ્હીમાં પ૦૦થી વધુ નવી સરકારી સ્કૂલ શરૂ કરવામાં આવશે. પ્રાઇવેટ સ્કૂલોમાં ડોનેશનની સિસ્ટમ બંધ કરવામાં આવશે. પ્રાઇવેટ સ્કૂલોમાં ફી નક્કી કરવાની પ્રક્રિયાને પારદર્શક બનાવાશે. શું આમાં કોંગ્રેસ સાથ આપશે?

૧પ. સ્વાસ્થ્ય: નવી સરકારી હોસ્પિટલો શરૂ કરવામાં આવશે અને સરકારી હોસ્પિટલોમાં પ્રાઇવેટ હોસ્પિટલો કરતા પણ બહેતર ઇલાજની વ્યવસ્થા કરાશે. શું  કોંગ્રેસને મંજૂર છે?

૧૬. મહિ‌લા સુરક્ષા: દિલ્હીમાં મહિ‌લા સુરક્ષા માટે વિશેષ દળ બનાવાશે. નવી અદાલતો બનાવાશે, જજિસ નિયુક્ત કરાશે જેથી મહિ‌લા સાથે સંબંધિત કેસોની ત્રણથી છ મહિ‌નામાં સજા મળી શકે. શું કોંગ્રેસ તેનું સમર્થન કરે છે?

૧૭. ન્યાય વ્યવસ્થા: દિલ્હીમાં એટલી નવી અદાલતો શરૂ કરવામાં આવે અને એટલા નવા જજિસની નિયુક્તિ કરવામાં આવે જેથી કોઇ પણ કેસનો છ મહિ‌નાથી એક વર્ષમાં નિકાલ કરી શકાય. શું કોંગ્રેસ સહયોગ કરશે?

18. અનેક મુદ્દાઓના અમલીકરણ માટે દિલ્હી નગર નિગમના સહકારની જરૂર પજશે. દિલ્હી નગર નિગમમાં બીજેપીનું શાસન છે. શું આ મુદ્દાઓ ઉપર બીજેપી 'આપ'ને સહકાર આપશે?(18મી શરત માત્ર ભાજપ માટે જ હતી.)
 
કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું
કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધુંકેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું

બીગ બીએ શેર કર્યા અ'વાદના અનુભવ, તસવીરો બની વાયરલ


બીગ બીએ શેર કર્યા અ'વાદના અનુભવ, તસવીરો બની વાયરલગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલીવૂડ અભિનેતા છેલ્લા બે દિવસથી અમદાવાદમાં 'ખૂશ્બુ ગુજરાત કી' એડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. ગઈ કાલે તેમણે અમદાવાદમાં 100 વિન્ટેજ કારના કલેક્શનને નિહાળ્યું હતું. આ કલેક્શન જોઇને તેઓ પ્રભાવિત થઈ ગયા હતા. આ પછી તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટમાં યુનિક કાર સાથેની તસવીર તથા એખ ખેલૈયાના વેશમાં બેઠેલા બાળક સાથેની તસવીરો શૅર કરી હતી. જેને ફેસબૂક ફ્રેન્ડે વધાવી લીધી હતી.

કાર સાથેની તસવીરને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લાઇક મળી છે. જ્યારે 700થી વધુ લોકોએ કોમેન્ટ કરી છે, તો 800થી વધુ લોકોએ આ તસવીર શૅર કરી છે. ખેલૈયાના વેશમાં રહેલા બાળક સાથેની તસવીર 16 કલાકમાં એક લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. બે હજારથી વધુ લોકોએ શૅર કરી છે, તેમજ આ તસવીર પર એક હજારથી વધુ કોમેન્ટ આવી છે.

અમિતાભે ફેસબૂક પર લખ્યું છે કે, મેં અમદાવાદમાં કેટલાક યુનિક લોકેશનની મુલાકાત લીધી, જેમાં 100 વિન્ટેજ કારનું કલેક્શન અદભૂત હતું. ઉપરાંત તેમણે અમદાવાદના લો ગાર્ડન, એન્ટિક કાર મ્યુઝિયમ, મજાર અને ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હોવાનો તથા તેનાથી ઇતિહાસ અને તેના જ્ઞાનમાં વધારો થયો હોવાનું જણાવ્યું છે.
બિગ બીએ ફેસબુક પર શેર કર્યો અમદાવાદનો અનુભવ, તસવીરો બની વાયરલ

અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદ


- લારીવાળે ઉત્સાહમાં ને ઉત્સાહમાં સગડી માટે ગેસનો બાટલો પણ લાવવાનું ભૂલી ગયા
- લગભગ સાતેક રિટેક પછી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આગળના ભાગમાં શૂટિંગ પૂર્ણ

અમદાવાદના સાંસ્કૃતિક ધરોહર સમાન કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કલાત્મક દરવાજા બહાર એક શણગારેલો છકડો ઊભો છે, સવારે પોળિયા અમદાવાદીઓનો ફેવરિટ નાસ્તો ફાફડા-જલેબીની લારી ઊભી છે, ગરમાગરમ ચાની લારી પણ છે. આ બધી લારીઓ શૂટિંગ માટે ઊભી કરાઈ છે. ૧૦-૧૨ ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલાં છોકરી-છોકરાઓ આંટાફેરા મારી રહ્યાં છે. ચાર-પાંચ ફોરેનર્સને પણ શૂટિંગમાં સામેલ થવા બોલાવ્યા છે. એડ્ફિલ્મના દિગ્દર્શક સુજિત સરકાર આ ક્રાઉડ માટે બોલાવાયેલા આર્ટિ‌સ્ટને રિહર્સલ કરાવી રહ્યા છે. જીમી જીપ (કેમેરાને ઉપર-નીચે, ડાબે-જમણે ફેરવવાની ક્રેન) પર આરી કેમેરો અને બીજો એક સ્ટેડિંગ પોઝિશનમાં રેડ કેમેરો ગોઠવાયેલો છે. અચાનક પાઉંભાજીની લારીવાળા ભાઈ કે જે લારી પાસે અમિતાભ બચ્ચન આવીને ઊભા રહીને શોટ આપવાના છે તેમનું ધ્યાન જાય છે કે શૂટિંગના ઉત્સાહમાં ગેસનો બાટલો લાવવાનું તો ભૂલી જ ગયા છે. તાત્કાલિક તે અરેન્જ કરવામાં આવે છે.અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદઅ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદઅમિતાભ આવવાના હોય અને જનમેદની એકઠી ના થાય એવું તો બને જ નહીં ને. લોકો તેમની એક ઝલક જોવા માટે સવારના ૬ વાગ્યાના તપસ્યા કરતા હતા. શોટ ઓકે થયા પછી ત્યાં હાજર ક્રાઉડ સામે બચ્ચન હાથ હલાવી અભિવાદન કરી તેમની ઈચ્છા પૂરી કરે છે. લોકો ચિચિયારીઓ સાથે તેમનું અભિવાદન ઝીલે છે. પછી ત્યાંથી દલપતરામ ચોક તરફ આગળનો શોટ આપવા માટે રવાના થાય છે.

હા, અમિતાભ બચ્ચન હાલ ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 'ખૂશ્બુ ગુજરાત કી’ કેમ્પેઈનના શૂટિંગમાં ભાગ લેવા માટે બે દિવસથી અમદાવાદમાં છે. ૨૬ જાન્યુઆરી એટલે કે રવિવારે તેમણે સરખેજના રોજા અને લો ગાર્ડન ખાતે શૂટિંગ કર્યું, ૨૭મી જાન્યુઆરી, સોમવારે તેમણે કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક, અને જામા મસ્જિદમાં શૂટિંગ કર્યું. આશા રાખીએ કે તેમના આ કેમ્પેઈનથી ગુજરાતની ખૂશ્બુ વધુ ફેલાય.
ખૂશ્બુ ગુજરાત કી; છેલ્લા બે દિવસથી બિગ બી બન્યા છે શહેરના મહેમાન અને કરી રહ્યા છે શૂટિંગ

૬પમો પ્રજાસત્તાક દિન આ વખતે શહેરીજનો માટે ખાસ બની રહ્યો, કારણ કે તેમના માનીતા-લોકલાડીલા મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન શહેરમાં 'ગુજરાત કી ખૂશ્બુ’ ફેલાવવા માટે આવ્યા હતા અને શહેરના હેરિટેજ પ્લેસિસ સરખેજના રોજા, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક અને જામા મસ્જિદના શૂટિંગમાં ભાગ લઈને જોવા આવેલાને જલસો કરાવી દીધો હતો.
અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદ
એક માજી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના પરિસર તરફ નિત્યક્રમ મુજબ જઈ રહ્યાં હતાં, પણ તેમને પોલીસે અટકાવી દીધાં.
પોલીસ : 'માજી, ક્યાં જવું છે?’
માજી : મંદિરે
પોલીસ : તમે નહીં જઈ શકો.
માજી : કેમ?
પોલીસ : અહીં અમિતાભ બચ્ચન શૂટિંગ માટે આવવાના છે એટલે...
માજી : પણ ભાઈ મારે આજે અગિયારસ છે અને મંદિરનાં દર્શન કરવાનો નિયમ છે.
પોલીસ : કંઈ વાંધો નહીં, તમે શૂટિંગ પૂરું થાય પછી દર્શન કરી જજો.
માજી : ના..ભઈ ના...હો...મારે તો નિયમ ના તોડાય ભઈ... (બોલીને ધરાહાર મંદિરમાં ઘૂસી જ જાય છે.)
અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદ
અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદ
અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદ

Friday, 24 January 2014

ગુજરાતની ભયાનક ગુફામાં થયું બોલીવુડની હોરર ફિલ્મનું શુટીંગ

ગુજરાતની ભયાનક ગુફામાં થયું બોલીવુડની હોરર ફિલ્મનું શુટીંગ
- જૂનાગઢની બૌદ્ધ ગુફામાં હોરર હિ‌ન્દી ફિલ્મનું શુટીંગ 
સરમન ઠીક સે તમાચા મારો, ઇસમે આક્રોશ નહીં દીખ રહા હૈ

ખુશ્બુ ગુજરાત કી એડ્ ફિલ્મ બાદ જૂનાગઢ તરફ પ્રવાસીઓનું આકર્ષણ વધ્યુ છે. અમિતાભની એ જાહેરાતનાં દૃશ્યનું ખાપરા કોડિયાની ગુફાનું લોકેશન હિ‌ન્દી ફિલ્મોનાં નિર્માતાઓની નજરમાં આવી ગયું છે. જૂનાગઢમાં ફિલ્મ લોકેશન અનેક છે. પરંતુ મોટા ભાગે આજ સુધી ગુજરાતી ફિલ્મ જ બનતી રહી છે. પરંતુ પ્રથમ વખત શહેરની ખાપરા કોડીયાની બૌધ્ધ ગુફામાં હોરર ફિલ્મ ૧૯૨૦ લંડનનુ શુટીંગ ચાલી રહ્યું છે. જેને લઇને ફિલ્મ કલાકાર શરમન જોષી સહિ‌તનો કાફલો જૂનાગઢ પહોંચી ગયો છે. ફિલ્મી કલાકારને નિહાળવા લોકોનાં ટોળાં ઉમટી પડયા હતા.

જૂનાગઢ શહેરનો વિકાસ પ્રવાસન ક્ષેત્રે થઇ શકે તેવી પુષ્કળ તકો રહેલી છે. પરંતુ અધિકારી અને નેતાઓની ઇચ્છા શકિતનાં અભાવનાં કારણે આ ક્ષેત્રે આગળ વધી શકાતું નથી. તેમાં પણ જૂનાગઢ શહેરમાં ફિલ્મ લોકેશનો પણ ઘણાં બધા છે. પરંતુ ફિલ્મ ઉદ્યોગને આકર્ષવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યું હોય એમ જણાઇ રહ્યું છે. પરંતુ જૂનાગઢની ખાપરા-કોડીયા અને ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફામાં બોલીવુડની હોરર ફિલ્મ ૧૯૨૦ લંડનનુ શુટીંગ શરૂ થયુ છે. જે આ ક્ષેત્રનાં દ્વાર ખોલનારું સાબીત થાય તેમ જણાઇ રહ્યુ છે.
શહેરનાં ઉપરકોટ અને ખાપરા-કોડીયાની ગુફામાં અમિતાભ બચ્ચન બાદ બોલીવુડના અભિનેતા શરમન જોષી જૂનાગઢ આવ્યા છે. તેમની આગામી ફિલ્મ ૧૯૨૦ લંડન ના શુટીંગને લઇને તેઓ હાલ જૂનાગઢમાં વ્યસ્ત છે. આ ફિલ્મનુ લંડન, ગુજરાતમાં વાંકાનેર, ગોંડલ અને બાદમાં જૂનાગઢમાં શુટીંગ કરવામાં આવ્યુ છે. જૂનાગઢનાં ઉપરકોટ અને ખાપરા - કોડીયાની ગુફામાં આ શૂટીંગ કરવામાં આવ્યું છે.ગુજરાતની ભયાનક ગુફામાં થયું બોલીવુડની હોરર ફિલ્મનું શુટીંગ
શરમન જોષી ઉપરાંત અભિનેત્રી મીરા ચોપરા, ડારેકટર ટીનુ દેસાઇ, પ્રોડયુસર વિક્રમ ભટ્ટ સહિ‌તનો કાફલો જૂનાગઢમાં શુટીંગ કરી રહ્યો છે. આ ફિલ્મ હોરર લવ સ્ટોરી પર આધારીત છે. જૂનાગઢમાં તા. ૨૪ સુધી શુટીંગ થનાર છે. ફિલ્મનાં શુટીંગને લઇને બૌદ્ધ ગુફા નજીક લોકોનાં ટોળા જમા થઇ ગયા હતા. લોકો અભિનેતા અને અભિનેત્રીની એક ઝલક જોવા માટે સવારથી જ ગોઠવાઇ ગયા હતા. આજે મોડી સાંજ સુધી બૌદ્ધ ગુફમાં શુટીંગ કરવામાં આવ્યુ હતુ. આવતીકાલે ઉપરકોટમાં શુટીંગ કરવામાં આવે તેવી સંભાવના છે.
ગુજરાતની ભયાનક ગુફામાં થયું બોલીવુડની હોરર ફિલ્મનું શુટીંગ

Tuesday, 21 January 2014

કડકડતી ઠંડીમાં સુતા કેજરીવાલ, સવારે પત્ની લઈને આવી નાસ્તો

કડકડતી ઠંડીમાં સુતા કેજરીવાલ, સવારે પત્ની લઈને આવી નાસ્તો
દિલ્હી પોલીસ સામે કાર્યવાહીની માંગને લઈને રેલ ભવન બહાર ધરણા પર બેઠેલા મુખ્યમંત્રી કેજરીવાલે ગત રાત્રી કડકડતી ઠંડીમાં વિતાવી હતી. કેજરીવાલે પોતાના છ મંત્રી અને સમર્થકો સાથે ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી હતી.જ્યારે કેટલાક સમર્થકોએ ઠંડીથી બચવા તાપણું કર્યું હતું અને રાતભર સુત્રોચાર કરતા રહ્યા. કેજરીવાલ મોડી રાત્રે સુતા હતા અને તેની તબીયત નરમ જણાઈ રહી  હતી.

રાત દરમિયાન આપના સમર્થકોએ પણ ભારે સતર્કતા રાખી હતી. આ દરમિયાન કોઈ કેજરીવાલની પાસે જવાની કોશિશ કરે તો તેઓને અટકાવી દેવામાં આવતા હતા. મીડિયાના કર્મચારીઓને પણ તેઓની નજીક જવા દેવામાં આવ્યા ન હતા. પાર્ટીના મુખ્ય પ્રવક્તા યોગેન્દ્ર યાદવ મોડી રાત સુધી વિચાર-વિમર્શ કરતા જોવા મળ્યા હતા.

વધારે પડતી ઠંડીના કારણે કાર્યકર્તાઓએ મોડી રાત્રે ચાની મજા પણ માણી હતી. રાતભર પોલીસ પણ સતર્ક જોવા મળી હતી. કોઈપણને મુખ્ય ધરણા સ્થળથી આગળ જવા દેવામાં આવ્યા ન હતા. કેજરીવાલ સવારે 5.20 વાગ્યે ઉઠી ગયા હતા. સવારે કેજરીવાલની પત્ની નાસ્તાના ડબ્બા લઈને રેલ ભવન પહોંચી હતી.
કડકડતી ઠંડીમાં સુતા કેજરીવાલ, સવારે પત્ની લઈને આવી નાસ્તો

આપના કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી, તિવારીનો બોલાવ્યો હુરિયો



આપના કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી, તિવારીનો બોલાવ્યો હુરિયો

દિલ્હી પોલીસના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કેજરીવાલ કેન્દ્રીય ગૃહપ્રધાનના કાર્યાલયની બહાર ધરણા દીધા છે. સોમવારે સવારે કેજરીવાલ દિલ્હીથી સચિવાલય માટે નીકળ્યા હતા. અરવિંદ કેજરીવાલના કાફલાને રેલભવન પાસે અટકાવવામાં આવ્યો હતો.પોલીસે કેજરીવાલને ગૃહપ્રધાનના કાર્યાલય તરફ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.  દિલ્હી પોલીસે કેજરીવાલને જંતરમંતર ખાતે દેખાવ કરવા કહ્યું છે. જો કે,કેજરીવાલે રેલભવન પાસે જ ધરણા શરૂ કરી દીધા હતા. 
 
આપના પીડબલ્યુડી પ્રધાન કેજરીવાલની સાથે જ તેમની બ્લુ કલરની વેગન-આર કારમાં હતા. પોલીસે જ્યારે કારને અટકાવી, ત્યારે મનિષ સિસૌદિયા કારની ડ્રાઈવર સીટમાંથી બહાર નીકળ્યા હતા અને એલાન કર્યું હતું કે, જ્યાં દિલ્હી પોલીસે તેમને અટકાવ્યા છે, ત્યાં જ બેસીને તેઓ ધરણા હાથ ધરશે. દિલ્હી પોલીસના સુરક્ષા માટે જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, ગમે તે સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં આવશે અને તેને કથળવા દેવામાં નહીં આવે.
કેજરીવાલે કહ્યું હતું કે, રસ્તા ઉપર અને વિધાનગૃહ તથા સચિવલયમાં લડાઈ લડવાનો સમય આવી ગયો છે. જો 26મી જાન્યુઆરીના કોઈ અવ્યવસ્થા ન થાય, તો તેના માટે ગૃહપ્રધાન, વડાપ્રધાન વગેરે જવાબદાર છે. જો એક મુખ્યપ્રધાનના કહેવાથી શિંદે ચાર પોલીસવાળાઓને સસ્પેન્ડ ન કરી શકતા હોય તો આ પ્રકારના ગણતંત્રનો કોઈ મતલબ નથી. થોડા સમયમાં અનેક સમર્થકો ત્યાં દોડી આવ્યા હતા અને તેમના હાથમાં ઝાડુ અને પોસ્ટર્સ હતા.
આપના કાર્યકરોએ મનિષ તિવારીનો હુરિયો બોલાવ્યો 
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણપ્રધાન કેન્દ્રીય શ્રમપ્રધાનને મળવા માટે પહોંચ્યા હતા. માર્ગમાં આપના દેખાવકારોને કારણે તિવારીએ ગાડી છોડી દેવી પડી હતી અને ચાલીને જ નીકળવું પડ્યું હતું. દરમિયાન આપના કાર્યકરોએ મનિષ તિવારીને ઘેર્યા હતા. તિવારીને પોલીસે કોર્ડન કરી લીધા હતા અને સલામત રીતે શ્રમશક્તિ ભવન સુધી લઈ ગયા હતા. દરમિયાન તિવારીએ કહ્યું હતું કે, દિલ્હી સરકારમાં ભલે કામકાજ ઠપ થઈ ગયા હોય, પરંતુ અન્ય સરકારોમાં કામકાજ ચાલુ છે. ઈરાદપૂર્વક મેં એ રસ્તો પસંદ  કર્યો ન હતો, પરંતુ જો તેમને એવું લાગતું હોય તો ભલે લાગે. દરમિયાન આપના કાર્યકરોએ મનિષ તિવારી વિરૂદ્ધ નારેબાજી કરી હતી. 
 
આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી બળોના જવાનોને પણ બોલાવવામાં આવ્યા છે. સાવચેતીના પગલારૂપે રેપીડ એક્શન ફોર્સ પણ ખડકી દેવાયું છે. હરિયાણાના મુખ્યપ્રધાન ભુપેન્દ્રસિંહ હુડ્ડા સાથે આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મળવાના છે. કેજરીવાલના કહેવા પ્રમાણે, તેઓ ધરણાના સ્થળેથી જ તમામ કામગીરી ચાલુ રાખશે.  
 
ધારાસભ્ય સાથે મારા-મારી, મંત્રીની અટકાયતનો આરોપ
ધરણા પર બેઠેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અખિલેશ ત્રિપાઠી સાથે પોલીસવાળાઓએ મારપીટ કરી હોવાનો આરોપ લગાવાયો છે. સાથે જ પોતાના માર્ગ અને પરિવહન મંત્રી સૌરભ ભારદ્વાજની પણ પોલીસે અટકાયત કરી હોવાનો આરોપ ખુદ કેજરીવાલે લગાવ્યો છે. રેલ ભવન પાસે એકઠા થયેલ પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. જોકે, પોલીસે ભારદ્વાજની અટકાયતના આરોપ નકારી કાઢતા જણાવ્યું છે કે સૌરભ ભારદ્વાજ પોતે આવીને પોલીસ વાનમાં બેસી ગયા હતા.
 
પૂરાવા આપે આર.કે.સિંહ-આપ- શિંદે 
કેન્દ્ર સરકારના પૂર્વ સચિવ આર.કે. સિંહે ગૃહપ્રધાન સુશિલકુમાર શિંદે પર ભ્રષ્ટાચાર અંગે આરોપ મુક્યા હતા. આ અંગે અઠવાડિયા જેવો સમય થયો હોવા છતાં, શિંદેએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. આ દરમિયાન કોંગ્રેસ અને સરકાર તેમનો બચાવ કરતા રહ્યા હતા. સોમવારે સવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શિંદે પર આરોપ મુક્યો હતો. ત્યારે તત્કાળ તેમણે પ્રતિક્રિયા આપી હતી. 
 
શિંદેએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી કે આર.કે. સિંહ પાસે કથિત ભ્રષ્ટાચારના જો કોઈ પૂરાવા હોય તો તેમણે આપવા જોઈએ. મારા દ્વારા મોકલવામાં આવેલી કથિત કાપલી કે પત્ર કે અન્ય કોઈ સ્વરૂપે પૂરાવો હોય તો આપવો જોઈએ. આ કોઈ એકલ-દોકલ પોલીસ સ્ટેશનન્સની વાત નથી. મોટાપાયા પરના પોલીસ તંત્રની વાત છે.

Monday, 20 January 2014

યાસીન ભટકલને છોડાવવા માટે કેજરીવાલના અપહરણની યોજના!

યાસીન ભટકલને છોડાવવા માટે કેજરીવાલના અપહરણની યોજના!

યાસીન ભટકલને છોડાવવા માટે કેજરીવાલના અપહરણની યોજના!

Agency, New Dehi | Jan 20, 2014, 00:27AM IST
More:
કેજરીવાલ
1 of 3 Photos
- કેજરીવાલને કિડનેપ કરી ભટકલની મુક્તિનું ષડયંત્ર
- આતંકી સંગઠન આઈએમની ગુપ્ત યોજના હોવાની આશંકા
- કેજરીવાલે કહ્યું: દિલ્હી પોલીસ મૂરખ છે અથવા રાજનીતિ કરે છે
- ઝેડ કક્ષાની સુરક્ષાની દિલ્હી પોલીસની ઓફર ફગાવી દીધી


પોતાના સાથી યાસીન ભટકલને છોડાવવા માટે ઇન્ડિયન મુજાહિ‌દ્દીનના આતંકવાદી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અપહરણ કરી શકે છે. દિલ્હી પોલીસે આ દાવો કર્યો છે. જોકે આ બાબતને લઇને કેજરીવાલ દિલ્હી પોલીસ ઉપર ભડકયા છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે તેમને ગુપ્ત માહિ‌તી મળી છે. કેજરીવાલના અપહરણનું જોખમ છે. પોલીસની એક ટીમે કેજરીવાલને આ જાણકારી આપી છે.

જોકે દિલ્હીના મુખ્યમંત્રીએ આ દાવો ફગાવી દીધો છે. સામે તેમણે દિલ્હી પોલીસ ઉપર આરોપ લગાવી દીધા છે. કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હી પોલીસ અને કેન્દ્ર રાજનીતિ કરી રહ્યા છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ અપહરણની સૂચના અંગે મીડિયાને જાણકારી ન આપવા માટે કહ્યું હતું. જોકે તેમણે બહાર જઇને પોતે જ મીડિયાને આ જાણકારી આપી દીધી હતી.' વધુમાં કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હી પોલીસ શું એટલી મૂરખ છે? અથવા તે રાજનીતિ કરી રહી છે. કોના ઇશારા ઉપર? શું અપહરણની માહિ‌તી મીડિયાને જણાવીને તેમણે મારી ઉપરનું જોખમ વધારી દીધું નથી? હવે કોઇ પણ વ્યક્તિ મારી ઉપર હુમલો કરી શકે છે. અને કહેવામાં આવશે કે ભટકલના માણસોએ આમ કર્યુ છે.' જોકે તેમણે આમ છતાં પણ દિલ્હી પોલીસના ઝેડ કેટેગરીના સુરક્ષા પ્રસ્તાવને ફગાવી દીધો હતો. કહ્યું, 'હું ભગવાન ઉપર ભરોસો કરું છું, હું સુરક્ષા લઇશ નહિ‌.'

કેજરીવાલને ઉત્તરપ્રદેશ પોલીસની સુરક્ષા મળી છે

કેજરીવાલ સુરક્ષા લેવાનો ઇન્કાર કરતા રહ્યા છે. જોકે તેમ છતાં તેમને ઉત્તરપ્રદેશ પોલીસે સુરક્ષા કવચ આપી રાખ્યું છે. તે ગાઝીયાબાદના કોશંબી વિસ્તારમાં રહે છે. સાદા કપડામાં પોલીસના જવાનો તેમની સુરક્ષામાં ફરજ બજાવે છે. પાછલા દિવસો દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ પણ કહ્યું હતું કે, કેજરીવાલને સુરક્ષા કવચ આપી રખાયું છે, જોકે તેમને આ અંગેની જાણકારી અપાઇ નથી.

ગુજરાતની ગાડી ખોટકાઈ? રાજ્ય ધકેલાયું ૨૮મા ક્રમે!..શિક્ષણમાં રાજ્ય ૨૮મા ક્રમે ધકેલાયું...

શિક્ષણમાં રાજ્ય ૨૮મા ક્રમે ધકેલાયું
-મોદીએ રાષ્ટ્રીય કારોબારીમાં કરેલા સંબોધનની કોંગ્રેસે ટીકા કરી
-ગાંધી, મહાવીર, બુદ્ધની અહિંસા તરફ વિચારવા ભાજપ મજબૂર થયાનો આક્ષેપ

ગુજરાતની ગાડી ખોટકાઈ? રાજ્ય ધકેલાયું ૨૮મા ક્રમે!

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પક્ષની રાષ્ટ્રીય કારોબારીને કરેલા સંબોધનની આકરી ટીકાઓ કરતાં પ્રદેશ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, મોદી સહિ‌તના ભાજપના નેતાઓએ જે સંબોધનો કર્યા તેમાં આ પાર્ટીએ ૨૦૦૪માં કેન્દ્રમાં સત્તા ગુમાવી તેનો વસવસો અને ગમગીની હજુ પણ અનુભવી રહી હોય તેવું લાગે છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા પહેલાં વિરોધ અને પછી થાકી હારીને વખાણ કરવાની માનસિકતા ધરાવે છે તે આજે આ પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં થયેલાં પ્રવચનોમાંથી સ્પષ્ટ થયું છે. આ સંદર્ભમાં તેમણે એવો આક્ષેપ કર્યો કે, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વર્ષો સુધી મહાત્મા ગાંધીની વિચારસરણીનો કટ્ટર વિરોધ કર્યો છે. હવે જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે દિલ્હીની ગાદી મેળવવા હવે ભાજપ મજબૂરીમાં મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યું છે.
'ભાજપ ખરેખર કઈ વિચારધારા પર આગળ વધવા માંગે છે તેનો પાર્ટીએ જવાબ આપવો જોઈએ,’ તેમ તેમણે ઉમેર્યું હતું. ભાજપની કારોબારની મોદીના સંબોધનના સંદર્ભમાં મનીષ દોશીએ કહ્યું હતું કે, પોતાના વક્તવ્યમાં દેશમાં શિક્ષણ અને ટેકનોલોજી અંગે ભાષણ આપનારા મુખ્યમંત્રીએ તેમના ૧૩ વર્ષના શાસનની વાસ્તવિકતા લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ. આ સમયમાં રાજ્ય શિક્ષણના ક્ષેત્રે ૨૮મા ક્રમે ધકેલાઈ ગયું, ૨૬માંથી ૨૦ જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે, ૧૬ સરકારી એન્જિનિયરિંગ અને ૨૬ પોલીટેકનિક કોલેજોમાંથી માત્ર ૭માં જ કાયમી આચાર્ય હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પણ રાજ્યમાં પ્રવર્તતી સ્થિતિ વિષે કહેતા તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં કેન્દ્ર સરકારે એક આઈઆઈટી, એક આઈઆઈઆઈટી અને એક સેન્ટ્રલ યુનિવર્સિ‌ટીની સ્થાપના કરી હોવા છતાં રાજ્ય સરકારે આજદિન સુધી આઈઆઈટી અને સેન્ટ્રલ યુનિવર્સિ‌ટી માટે જમીન ફાળવી નથી અને આઈઆઈઆઈટી તો ભાડાના મકાનમાં ચાલે છે.
દેશમાં વિકાસની વાતો, ઘરઆંગણે તારાજી
વડાપ્રધાનપદના ઉમેદવાર મોદી પોતાના પ્રવચનમાં વિકાસની ગુલબાંગો પોકારે છે પરંતુ ગુજરાતમાં લાખો લોકોને રોજગારીની ક્ષમતા ધરાવતા નાના ઉદ્યોગોની કેવી તારાજી થઈ છે તે કેમ બોલતા નથી તેવો સવાલ કરતાં કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં ઈન્ફોસિટી-જીઆઈડીસીના માળખાને તોડી પાડવા માટે ભાજપ સરકાર જવાબદાર છે. અત્યંત મહત્ત્વાકાંક્ષી ઈન્ફોસિટી પ્રોજેક્ટ આજે શોપિંગ સેન્ટરમાં ફેરવાઈ ગયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
પહેલાં ટીકા અને પછી વખાણ
ભાજપ હંમેશાં પહેલાં ટીકા અને વિરોધ તથા તે જ મુદ્દે પછી વખાણ કરવાની વૃત્તિ ધરાવતો હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસે કહ્યું હતું કે, પહેલાં ઈન્દિરા ગાંધીની આકરી ટીકા કરનારા ભાજપના જ વરિષ્ઠ નેતા અટલજીએ પાકિસ્તાન સામેના યુદ્ધમાં દેશનો વિજય થતાં સંસંદમાં ઈન્દિરા ગાંધીને દુર્ગા સ્વરૂપ કહ્યાં હતાં. રાજીવ ગાંધીએ ટેકનોલોજી ક્રાન્તિ દ્વારા નવા ભારત નિર્માણનો પાયો નાંખ્યો ત્યારે તેનો ઉગ્ર વિરોધ કરનાર ભાજપ હવે એ જ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ચૂંટણીઓ જીતવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગુજરાતની ગાડી ખોટકાઈ? રાજ્ય ધકેલાયું ૨૮મા ક્રમે!

મોદી સરકાર ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હોય તો અદાણી અને ટોરેન્ટની પાસેથી મોંઘી વીજળી ખરીદવાને બદલે નેશનલ ગ્રીડમાંથી મળતી સસ્તા દરની વીજળી ખરીદવી જોઈએ.

-ગુજરાતમાં 'આપ’ની પહેલી જનસભા
-મોદી વીજ કંપનીઓનું ઓડિટ કરાવે: સંજયસિંહ
-લોકાયુક્તની નિમણુક સામેની લડત પાછળ રૂ. પપ કરોડનું આંધણ કર્યાનો 'આપ’નો આરોપ


આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં યોજાયેલી પહેલી જનસભાને અમરાઈવાડી ખાતે સંબોધતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંહે ભાજપ અને કોંગ્રેસને ભ્રષ્ટાચારના મામલે સમાન ગણાવ્યા છે. કોલગેટ કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કોલસાના બ્લોક ધરાવતી કંપનીઓ પાસેથી ભંડોળ મેળવ્યું હોવાનો આરોપ કરતા સંજયસિંહે જણાવ્યું હતું કે 'ભ્રષ્ટાચારના મામલે બન્ને પક્ષો એકબીજાની સ્પર્ધા કરી રહ્યા છે.

જો મોદી ખરેખર ભ્રષ્ટાચારનો વિરોધ કરતા હોય તો ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓનું ઓડિટ કરાવવાની હિંમત દેખાડે’. લોકાયુક્તના મામલે સુપ્રીમ ર્કોટ સુધી લડેલી મોદી સરકારે વકીલો પાછળ આમ આદમીના રૂ. પપ કરોડનું આંધણ કર્યું હોવાનો સંજયસિંહે આરોપ લગાવ્યો છે.
મોદી કરાવે ગુજરાતમાં 'દિલ્હીવાળી', ‘આમ આદમી’ની માગ
સંજયસિંહે જણાવ્યું હતું કે મોદી જો ખરેખર દેશને કોંગ્રેસ મુક્ત કરવા માગતા હોય તો તેમણે રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી બતાવવી જોઈએ. મોદી સરકાર ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હોય તો અદાણી અને ટોરેન્ટની પાસેથી મોંઘી વીજળી ખરીદવાને બદલે નેશનલ ગ્રીડમાંથી મળતી સસ્તા દરની વીજળી ખરીદવી જોઈએ.
ભાજપમાંથી 'આપ’માં જોડાયેલા કનુભાઈ કલસરિયાએ કહ્યું હતું કે 'હું જ્યારે હું ભાજપમાં ઊંડો ઊતર્યો ત્યારે ખબર પડી કે અંદર તો મોટો સડો છે. માટે મેં ભાજપ છોડી દીધી.’

મોદી કરાવે ગુજરાતમાં 'દિલ્હીવાળી', ‘આમ આદમી’ની માગ

.દિલ્હીના પોલીસવાળાઓ સામાન્ય જનતા અને પ્રજા પાસેથી પૈસા ઉઘરાવે છે અને દિલ્હીના પોલીસ કમિશ્નર અને શિંદે સુધી પહોંચાડે છે...દિલ્હીમાં કેજરીવાલના ધરણાઃ 'ગણતંત્ર દિવસની ઉજવણી ખોરંભે પડે તો PM, HM જવાબદાર'.

દિલ્હી પોલીસના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કેજરીવાલ કેન્દ્રીય ગૃહપ્રધાનના કાર્યાલયની બહાર ધરણા દેવામાં આવ્યા હતા. કેજરીવાલ દિલ્હીથી સચિવાલય માટે નીકળ્યા હતા. અરવિંદ કેજરીવાલના કાફલાને રેલભવન પાસે અટકાવવામાં આવ્યો હતો.પોલીસે કેજરીવાલને ગૃહપ્રધાનના કાર્યાલય તરફ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. 
આપના પીડબલ્યુડી પ્રધાન કેજરીવાલની સાથે જ તેમની બ્લુ કલરની વેગન-આર કારમાં હતા. પોલીસે જ્યારે કારને અટકાવી, ત્યારે મનિષ સિસૌદિયા કારની ડ્રાઈવર સીટમાંથી બહાર નીકળ્યા હતા અને એલાન કર્યું હતું કે, જ્યાં દિલ્હી પોલીસે તેમને અટકાવ્યા છે, ત્યાં જ બેસીને તેઓ ધરણા હાથ ધરશે. દિલ્હી પોલીસના સુરક્ષા માટે જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, ગમે તે સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં આવશે અને તેને કથળવા દેવામાં નહીં આવે.

કેજરીવાલે કહ્યું હતું કે, રસ્તા ઉપર અને વિધાનગૃહ તથા સચિવલયમાં લડાઈ લડવાનો સમય આવી ગયો છે. જો 26મી જાન્યુઆરીના કોઈ અવ્યવસ્થા ન થાય, તો તેના માટે ગૃહપ્રધાન, વડાપ્રધાન વગેરે જવાબદાર છે. જો એક મુખ્યપ્રધાનના કહેવાથી શિંદે ચાર પોલીસવાળાઓને સસ્પેન્ડ ન કરી શકતા હોય તો આ પ્રકારના ગણતંત્રનો કોઈ મતલબ નથી.
દિલ્હીમાં કેજરીવાલના ધરણાઃ 'ગણતંત્ર દિવસની ઉજવણી ખોરંભે પડે તો PM, HM જવાબદાર'
દિલ્હી પોલીસે જ્યાં કેજરીવાલને અટકાવ્યા ત્યાં જ કેજરીવાલે ઉપસ્થિત સમર્થકોને સંબોધીત કરવાનું શરૂ કરી દીધું હતું. કેજરીવાલે કહ્યું હતું કે તેમના મંત્રીમંડળના પ્રધાનો લોકોની માંગ લઈને પોલીસ પાસે ગયા હતા. તેમણે દાદ આપી ન હતી. ભાજપવાળા-કોંગ્રેસવાળા અને મીડિયાના કેટલાક લોકો સોમનાથ ભારતી સામે દુષ્પ્રચાર કરી રહ્યાં છે. દિલ્હીના મુખ્યપ્રધાને શા માટે ધરણા આપવાની જરૂર પડી, તેનું ચિંતન કરવાની જરૂર છે. દિલ્હી પોલીસના કમિશ્નર ઈચ્છે છે કે, દિલ્હી સરકારના પ્રધાનો રાત્રે રસ્તા પર ન ફરે. પણ આપના પ્રધાનો એવું નહીં કરે. 
દિલ્હીના પોલીસવાળાઓ સામાન્ય જનતા અને પ્રજા પાસેથી પૈસા ઉઘરાવે છે અને દિલ્હીના પોલીસ કમિશ્નર અને શિંદે સુધી પહોંચાડે છે. તેમણે દિલ્હીવાસીઓને અનશનસ્થળે પહોંચવા આહ્વાન કર્યું હતું. યુગાન્ડા હાઈકમિશનના એક અધિકારીએ સોમનાથ ભારતી સાથે મુલાકાત કરીને  તેમની કામગીરીની પ્રશંસા કરતો પત્ર આપ્યો હતો. 
કેજરીવાલના કહેવા પ્રમાણે, ગણતંત્ર દિવસની તૈયારીના અનુસંધાને લોકને અનશન સ્થળે ન પહોંચવા જણાવ્યું હતું. પણ જ્યારે દિલ્હીની જનતાને સાંભળવા તૈયાર ન હોય, દિલ્હીમાં મહિલાઓ સલામત નથી. ત્યારે ગણતંત્રનો મતલબ નથી. ફરીથી આઝાદી અને લોકતંત્રની લડાઈ હાથ ધરવાનો સમય આવી ગયો છે. કેજરીવાલે ઉમેર્યુ હતું કે, તેઓ દસ દિવસના ધરણાની તૈયારી કરીને આવ્યા છે. તેમણે દિલ્હી પોલીસના પ્રમાણિક લોકોને યુનિફોર્મ ઉતારીને, પાંચ-છ દિવસની રજા લઈને મારી સાથે આવી જાવ. કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હી સરકારનો કોઈ પ્રધાન તથા ખિડકી એકસ્ટેનશનનો કોઈ નાગરિક તપાસમાં સહકાર ન આપે, તેવું પણ આહ્વાન કરવામાં આવ્યું છે. 
કેજરીવાલે કહ્યું હતુંકે, રસ્તા ઉપર અને વિધાનગૃહ તથા સચિવલયમાં લડાઈ લડવાનો સમય આવી ગયો છે. જો 26મી જાન્યુઆરીના કોઈ અવ્યવસ્થા ન થાય, તો તેના માટે ગૃહપ્રધાન, વડાપ્રધાન વગેરે જવાબદાર છે. જો એક મુખ્યપ્રધાનના કહેવાથી શિંદે ચાર પોલીસવાળાઓને સસ્પેન્ડ ન કરી શકતા હોય તો આ પ્રકારના ગણતંત્રનો કોઈ મતલબ નથી.

Friday, 17 January 2014

‘ગુજરાતમાં તાનાશાહની સરકાર,’ ‘આપ’નો ‘કોમન મેન’ પર વાર..-'અમને લોકસભાની ચૂંટણીમાં અકલ્પનીય સફળતા મળશે’

-મુલાકાત;ગુજરાતમાં તાનાશાહની સરકાર છે : સંજયસિંહ
-'અમને લોકસભાની ચૂંટણીમાં અકલ્પનીય સફળતા મળશે’


બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય સંજયસિંહે 'દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ મુલાકાતમાં ગુજરાત અને દેશમાં પાર્ટીની રણનીતિ કેવી રહેશે તે અંગે ચર્ચા કરી.

ગુજરાતમાં પગ જમાવવા માટે કેવી રણનીતિ?
લોકોનો સાથ મેળવવો એ મોટી રણનીતિ રહેશે. ગુજરાતમાં ૧૨ વર્ષથી પાર્ટીનું નહિ‌, પરંતુ 'મોદીનું રાજ’ ચાલે છે. શાસનમાં સામૂહિ‌ક ભાગીદારીનો અભાવ છે. તમામ અધિકાર મોદી કેન્દ્રિ‌ત છે. ૯ વર્ષે સાવ લૂલા લોકાયુક્તની નિયુક્તિ થઈ છે. સરકારનું આ વલણ તેની તાનાશાહી વૃત્તિ દર્શાવે છે.?

‘ગુજરાતમાં તાનાશાહની સરકાર,’ ‘આપ’નો ‘કોમન મેન’ પર વાર
ગુજરાતમાં કેવો પ્રતિસાદ છે? શું તૈયારી છે?
ખૂબ જ સારો. અત્યાર સુધીમાં પાંચ લાખ સભ્ય નોંધાયા છે. રોજ હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી લડવા ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ૩૩ લોકોએ ઉમેદવારીપત્ર ભર્યા છે. જિલ્લા અને તાલુકા સ્તર સુધીનું સંગઠન ઊભું થઈ ગયું છે.

ગુજરાતમાં ક્યા મુદ્દા ઉઠાવશો?
મોદી સરકાર આમ આદમીની નહિ‌, પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે. ગૌચરની જમીનોના ભોગે, ખેડૂતોના ભોગે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવાય છે. મોદી સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. સરકાર પર ૧.૪૦ લાખ કરોડનું દેવું છે. કાનૂન વ્યવસ્થા પડી ભાંગી છે. હું માનું છું કે આ તમામ મુદ્દા પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ છે.


‘ગુજરાતમાં તાનાશાહની સરકાર,’ ‘આપ’નો ‘કોમન મેન’ પર વાર 
બિન્નીના બળવા અંગે શું કહેશો?
વિનોદકુમાર બિન્નીને કારણ બતાવ નોટિસ મોકલાઈ છે. 'આપ’એ ૧પ દિવસની સરકારમાં જ છ વચન પૂરાં કર્યાં છે. દેશમાં કઈ સરકારે આટલા ટૂંકા ગાળામાં આટલાં વચનો પૂરાં કર્યાં છે એ બિન્નીએ પણ વિચારવું જોઈએ. જનલોકપાલ પર પણ કામ થઈ રહ્યું છે જે જલદીથી પૂરું કરી દેવાશે. ગેરશિસ્તને સહન નહીં કરાય. જોકે એ પણ
સમજવા જેવું છે કે શું અન્ય પક્ષો કોઈને હાથો તો નથી બનાવી રહ્યાને?

'આપ’ પર કંઈક વધારે જ વોચ રખાય છે?
ત્રણ રાજ્યમાં નવી બનેલી ભાજપ સરકારનું પણ મૂલ્યાંકન થવું જોઈએ. 'આપ’ને નિશાન બનાવી કરાતી ટિપ્પણી રાજનીતિથી પ્રેરિત લાગે છે.
‘ગુજરાતમાં તાનાશાહની સરકાર,’ ‘આપ’નો ‘કોમન મેન’ પર વાર 
લોકસભા માટે કેટલા ઉમેદવારીપત્ર આવ્યા છે?
૧પ૦ લોકસભાની બેઠકો માટે ૧૮૦૦ લોકોએ ઉમેદવારીપત્ર ભર્યા છે, જેની ચકાસણી ચાલે છે. ઉમેદવારોની પહેલી યાદીની ઘોષણા ૨પ જાન્યુઆરીની આસપાસ કરાશે.
‘ગુજરાતમાં તાનાશાહની સરકાર,’ ‘આપ’નો ‘કોમન મેન’ પર વાર

આમ આદમી પાર્ટીની સભામાં કોંગ્રેસ ભાજપના આગેવાનોની હાજરી



આમ આદમી પાર્ટીની સભામાં કોંગ્રેસ ભાજપના આગેવાનોની હાજરી-
કીમમાં આમ આદમી પાર્ટીની સભામાં કોંગ્રેસ ભાજપના આગેવાનોની હાજરી
-આગામી દિવસોમાં કીમના રાજકરણના સમીકરણો બદલાય તેવા સૂર


કીમમાં આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન સહકારી જીન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કીમ વિભાગના સામાજિક આગેવાનો, ભાજપ કોંગ્રેસના કેટલાક કાર્યકરોની હાજરી જોવા મળી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાં એક ઐતિહાસિક ઘટના ભારતીય રાજકારણમાં બની છે. ત્યારે દિલ્હી નહીં પરંતુ આખા ભારતમાં આદઆદમી પાર્ટીને લોકસભામાં પણ લઈ જવા પાર્ટીના કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે. ત્યારે હાલમાં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીનો પવન ફૂંકાઈ રહ્યો છે.

એ ગતરોજ કીમમાં સહકારી જીન ખાતે સામાજિક કાર્યકર નગીનભાઈ પટેલ, જિલ્લા આમ આદમી પાર્ટી‍ના સંયોજક વલ્લભભાઈ ડાભી સહિ‌ત અન્ય વ્યક્તિઓની હાજરીમાં કીમ વિભાગના અનેક ચહેરા ઉપરોક્ત સભામાં જોવા મળતાં હતાં. અને વિસ્તારના ભાજપ કોંગ્રેસના આગેવાન કાર્યકરો આમ આદમી પાર્ટી‍ની ટોપી પહેરી તેમની હાજરી વિભાગમાં ભાજપ કોગ્રેસ માટે આગમી દિવસો કપરા હોવાનું પ્રતિત કરાવી જતી હતી.
કીમના સામાજિક કાર્યકર નગીનભાઈ પટેલ, દિવ્યેશભાઈ પટેલ, નિમેષભાઈ પટેલ સહિ‌ત મિત્ર મંડળ જે ભાજપ વિચારધારા સાથે સંકળાયેલા હોય તેવા હાજર રહ્યાં હતાં. જ્યારે કોંગ્રેસ આગેવાન ડો. સતીષભાઈ પટેલ, બેચરભાઈ પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી સહિ‌ત મિત્રો હાજર રહેતા આગામી દિવસોમાં કીમના રાજકારણમાં સમીકરણો બદલાય તેવા સૂર જોવા મળ્યા હતાં.
વલ્લભભાઈ ડાભીએ જણાવ્યું હતું કે ભય, ભૂખ અને ભ્રષ્ટ્રાચારનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ભ્રષ્ટ્રાચારમાં આરૂઢ નેતાઓ હવે ખુરશી ખાલી કરે, પ્રથમ મિટિંગ કીમ ખાતે હોય કાર્યકરની હાજરી પાંખી હોય પરંતુ આગામી દિવસોમાં ઘણી વ્યક્તિઓ જોડાવા જઈ રહી છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટી‍ કીમ જે વર્ષોથી ભાજપ ગઢી રહ્યો છે તેમાં કોણ કેટલું કાઠુ કાઢે તે જોવું રહ્યું ?

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કારોબારી સભ્ય સંજયસિંહ ગુજરાતની મુલાકાતે..અત્યાર સુધીમાં પાંચ લાખ સભ્યોની નોંધણી થઈ



દિલ્હીમાં વિજય પતાકા લહેરાવ્યા પછી આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં ઊભરી આવી છે. જેનો પ્રભાવ ગુજરાતમાં પણ પડ્યો છે. કનુભાઈ કલસરિયા સહિતના નેતાઓ આપમાં જોડાઇ જતાં પાર્ટી ઉત્સાહમાં આવી ગઈ છે અને તેમણે સીધી મોદી સામે જ જંગ માંડી દીધો હોય, તેવો માહોલ ઊભો થયો છે. ત્યારે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જો કે, તેઓ પ્રેન્સ કોન્ફરન્સ સંબોધે તે પહેલા જ બખેળો થયો હતો. પોતાને આમ આદમી પાર્ટીના કાર્યકર ગણાવતા મનિષ બ્રહ્મભટ્ટ અને તેના સમર્થકોને જોઇને સંજય સિંહ ભળક્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ પડી ભાંગી હતી. આ બેખેડા પછી સંજય સિંહે રદ્દીયો આપવો પડ્યો હતો કે, તેઓ ભાજપ તરફી છે. તેઓ અમારા કાર્યકર છે જ નહીં.

આ બખેળો હજૂ શાંત પણ થયો નહોતો. ત્યાં આસપાસમાં રહેતા એક બહેન પણ દોડી આવ્યા હતા અને તેમણે પણ આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર યોજાતી મીટિંગો અને સૂત્રોચ્ચારથી પરેશાન હોવાનું જણાવ્યું હતું. તેમણે માનસિક રીતે પરેશાન થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
સંજય સિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકોમાં ઉત્સાહ છે. અત્યાર સુધીમાં પાંચ લાખ સભ્યોની નોંધણી થઈ ગઈ છે. રાજનીતિમાં સારા માણસો હોવાનું લોકો માની રહ્યા છીએ. અમે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખીશું. ઉમેદવારોની પસંદગી માટે એક કમિટીની રચના કરવામાં આવશે. તેઓ ઉમેદવારોની પસંદગી કરશે. આ માટે વ્યક્તિગત છાપ સારી હોય, ગુનેગાર ન હોય,  તેમજ ભ્રષ્ટાચારી ન હોય તેવા ઉમેદવારને પસંદ કરવામાં આવશે. ટિકિટ ફાળવાઇ ગયા પછી પણ કસૂરવાર માલૂમ પડશે, તો તેને દૂર કરવામાં આવશે. તેમણે આગામી સમયમાં જિલ્લાના પ્રભારીની નિયુક્તિ કરવાની જાહેરાત પણ કરી હતી.

તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રાથમિક પ્રશ્નો, મોંઘવારી, મોદી સરકારનો ભ્રષ્ટાચાર, ભ્રષ્ટનીતિ અને ઉદ્યોગપતિઓને મળી રહેલું વધુ પડતું પ્રોત્સાહન સહિતના મુદ્દાઓ ઉઠાવશે, તેમ જણાવતાં ઉમેર્યું હતું. ગુજરાતમાં આઇબીનો ખોટો ઉપયોગ થાય છે. તેઓ અમારા કાર્યકરોને ધમાકાવે છે. પરવેઝ પઠાણ અનેડી.જી. ડામોરને આઇબીએ ધમકાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંને ભ્રષ્ટાચારી છે. તેમણે ગુજરાતમાં દિલ્હીની જેમ વિજળીના ભાવ ઓછા કરવાની માગણી કરી છે.

જંતર-મંતર ખાતે 'આપે' યોજી ધન્યવાદ રેલી

વારંવાર જોડતોડ કરનાર ભાજપ એટલે સો ચૂહે માર કર હજ કો ચલી બિલ્લી 
 
આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કરેલા શાનદાર પ્રદર્શન બાદ બુધવારે જંતર-મંતર મેદાન ખાતે ધન્યવાદ રેલીનું આયોજન કર્યુ હતું. જેમાં કુમાર વિશ્વાસે કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. વિશ્વાસે મંચ પરથી તેમણે દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિત પર વાકપ્રહાર કર્યા તો, સાથે જ ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીને દિલ્હીમાં કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડવા પડકાર ફેંક્યો છે. આ રેલીમાં પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણીમાં કુમાર વિશ્વાસ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડશે. રેલી દરમિયાન કુમાર વિશ્વાસે કહ્યું કે સલમાન ખુર્શીદે અમને ગટરના કીડા કહ્યા હતા, જ્યારે શીલા દીક્ષિતે મોસમી કીડા કહ્યા હતા.

 

Thursday, 9 January 2014

લોકોની પીએમ તરીકે પહેલી પસંદ તો હજી પણ નરેન્દ્ર મોદી, રાહુલ ત્રીજા નંબરે

8 શહેરોના સર્વેમાં 58 ટકા લોકોએ મોદી અને 25 ટકાએ કેજરીવાલ પર પસંદગી ઉતારી

ભાજપ માટે ખતરાની ઘંટડી, 44 ટકાએ આમ આદમી પાર્ટીને મત આપવાનુ નક્કી કર્યુ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉદય બાદ દેશની રાજનીતિના સમીકરણો બદલાઈ રહ્યા હોય તેમ લાગે છે.પરંતુ હજી પણ વડાપ્રધાન તરીકે લોકોની પહેલી પંસદ તો નરેન્દ્ર મોદી જ છે.તાજેતરમાં દેશના આઠ મહાનગરોમાં કરવામાં આવેલા એક સર્વેમાં કેટલાક રસપ્રદ તારણો બહાર આવ્યા છે.
જેમ કે 58 ટકા લોકોએ પીએમ તરીકે નરેન્દ્ર મોદી, 25 ટકા લોકોએ કેજરીવાલ અને માત્ર 14 ટકા લોકોએ રાહુલ ગાંધી પર પસંદગી ઉતારી છે.આમ રાહુલ ગાંધી કરતા પણ કેજરીવાલ લોકપ્રીયતામાં આગળ નીકળી ગયા છે.
જોકે આ સર્વેમાં 44 ટકા લોકોએ એમ પણ કહ્યુ હતુ કે જો તેમના મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે તો તેઓ આમ આદમી પાર્ટીને મત આપશે.જ્યારે 27 ટકા લોકોએ કહ્યુ હતુ કે આપનો ઉમેદવાર સારો હશે તો તેઓ મત આપી શકે છે.
સર્વેમાં લગભગ ત્રીજા ભાગના લોકોએ એવુ કહ્યુ છે કે આમ આદમી પાર્ટી 26 થી 50 જેટલી લોકસભાની બેઠકો જીતી શકે છે.જ્યારે 26 ટકા લોકોના અંદાજ છે કે આમ આદમી પાર્ટી 51 થી 100 સીટો જીતી શકે છે.
સર્વેના તારણો ભાજપ માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે.કારણકે મોદીથી આકર્ષાયેલા શહેરી મતદારોના મતમાં સર્વેના તારણો પ્રમાણે આમ આદમી પાર્ટી ગાબડુ પાડી શકે છે.જો આવુ થયુ તો ભાજપની બેઠકોમાં ઘટાડો થઈ શકે છે.

Wednesday, 8 January 2014

- આમ આદમી પાર્ટીની ગાંધીનગર જિલ્લામાં પ્રચાર માટે રણનીતિ તૈયાર
- પક્ષ સેકટર દીઠ પ્રતિનીધી નિમશે જેની નીચે બીજા ૧૦ પ્રતિનિધિ કામ કરશે

રાજકીય દ્રષ્ટ્રિએ ગણતરીમાં લેવાતી આપ પાર્ટીનાં દિલ્હીમાં વિજય બાદ રાજકિય પક્ષો તથા નાગરીકોનું ધ્યાન ખેચવામાં આપ પાટી સફળ રહી છે. ત્યારે ગાંધીનગર 'આપ’ દ્વારા પણ શહેરમાં પ્રચાર માટે માળખુ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. જે અંતર્ગત આપનાં કાર્યકરો ડોર ટુ ડોર લોકોને મળીને પ્રચાર કરશે.

ગાંધીનગરમાં 'આપ’ની કાર્યાલયની સ્થાપનાને ગણતરીનાં દિવસો થયા છે તેમ છતા લોકોની ઉત્સુકતાને પારખી લઇને આમ આદમી પાર્ટી ગાંધીનગરનાં કાર્યકરો દ્વારા પણ પ્રચારની નીતિ તૈયાર કરી દેવામાં આવી છે. શહેરમાં કોઇ પણ જાતની જોર શોરની જાહેરાતો વિના રવિવારે 'સ્નેહ મિલન’નાં નામે સેકટર ૧૩માં 'આપ’ની એક બેઠક મળી ગઇ. જેમાં આગામી દિવસોમાં શહેરમાં કઇ રીતે પ્રચાર કરવો તે અંગેની રણનિતી તૈયાર કરાઇ હતી.

'મને મારી નાખવાથી કાશ્મીર સમસ્યા ઉકેલાય જશે તો હું તૈયાર છું'

'મને મારી નાખવાથી કાશ્મીર સમસ્યા ઉકેલાય જશે તો હું તૈયાર છું'

Agency, New Delhi | Jan 08, 2014, 23:59PM IST
More:
ટ્વિટર

1 of 7 Photos
આમ આદમી પાર્ટી (આપ)ના કૌશંબી ખાતેના કાર્યાલયે કેટલાક લોકોએ બુધવારે સવારે હુમલો કર્યો હતો. કાર્યાલય પર ઇંટ -પથ્થરનો વરસાદ થયો હતો. હુમલાખોરોએ કાર્યાલયના દરવાજા , બારી સહિતની સામગ્રીની તોડફોડ કરી હતી. ૪૦ -૫૦ હુમલાખોરોએ હુમલો કરીને ‘ આપ’ના કાર્યકર્તાઓને ગાળો પણ ભાંડી હતી. ‘હિન્દુરક્ષા દળ’ના બેનર હેઠળ આવેલા હુમલાખોરો પ્રશાંતભૂષણે કાશ્મીરના મુદ્દે આપેલા નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. હુમલા વખતે આપના કાર્યકર્તાઓ બચવા એક ખંડમાં ભરાઇ બેઠા હતા તેથી કોઇ કાર્યકરને ઇજા પહોંચી નહોતી. ‘ આપ’ ના નેતા કુમાર વિશ્વાસે ભાજપના લોકો હુમલામાં સામેલ હોવાના આક્ષેપ કર્યા હતા.

ભ્રષ્ટાચારીઓએ બદલવી પડશે ‘લાઈન’, કેજરીવાલે શરૂ કરી હેલ્પલાઈન
 જોકે ભાજપે આક્ષેપો ફગાવી દીધા હતા તે દરમિયાન પોલીસે ઘટનામાં કેસ દાખલ કરીને એક વ્યક્તિને ગિરફતાર કર્યો છે. તેનું નામ છે પિંકી ચૌધરી. પોતાની ઓળખ તેણે ‘હિન્દુરક્ષા દળ’ના રાષ્ટ્રીય સંયોજક તરીકે આપી હતી. ધરપકડ પછી તેમણે કહ્યું કે ,‘અમે પ્રશાંતભૂષણ દ્વારા કાશ્મીર  મુદ્દે અપાયેલી ટિપ્પણીનો વિરોધ કરીએ છીએ. કેજરીવાલે બટલાહાઉસ મુઠભેડ બનાવટી હોવાનું કહ્યું અને દેવી-દેવતાનું અપમાન કરતી કુમાર વિશ્વાસની ટિપ્પણીથી અમે નારાજ છીએ.’